અમરેલીના દેવળીયા પાટીયા નજીક ખેતરની વાડ સળગતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર ઓફિસર શ્રી ગઢવીની ટીમે તુરત જ પહોંચી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ કામગીરીમાં ફાયર સ્ટાફના પ્રવિણભાઇ ચૌહાણ, કૃષ્ણભાઇ ઓળકીયા, યોગેશ કણસગરાએ ફરજ બજાવી હતી તે વેળાની તસ્વીરમાં નજરે પડે છે.