ભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજી ની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્સર કેર કાઉન્સિલ, ઓસ્વાલ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજના કાર્ય સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, કુંવરભાઈ ધર્મશાળા પાસે, જામનગર ખાતે, તારીખ : ૧૦-મેં- ૨૦૨૪ (શુક્રવાર), સમય સવારે ૦૯ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે. જામનગર ની જનતા ને વધુ માં વધુ આ સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લેવા રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે. રાષ્ટ્રીય પરશુરામ સેના ગુજરાત પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.