અમરેલી,
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં એવન ગ્રેડમાં 15 અને એટુ ગ્રેડમાં 110 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જયારે ધો.12 સામાન્યમાં 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં 8146 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં એવન ગ્રેડમાં 74 અને એટુ ગ્રેડમાં પણ 74 વિદ્યાર્થીઓ પાસ થાય છે. જિલ્લાના અલગ અલગ કેન્દ્રોના આંકડા જોઇએ તો અમરેલીમાં 88.83, સાવરકુંડલામાં 87.30, બગસરામાં 79.37, લાઠીમાં 88.15, બાબરામાં 89.99, લીલીયામાં 96.95, ખાંભામાં 92.17, બાઢડામાં 95.04, ધારીમાં 86.73, દામનગરમાં 88.47, કુંકાવાવમાં 91.52, વડીયામાં 96.62, રાજુલામાં 93.07, જાફરાબાદમાં 95.45, ચલાલામાં 90.00 ટકા પરિણામ આવ્યું છે.
ગુજકેટની પરિક્ષામાં અમરેલી જિલ્લાના બે વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજયમાં પ્રથમ આવ્યા છે. જેમાં આદેશરા રૂત્વિક સુધીરભાઇએ 99.99 પીઆર અને બુટાણી વૈદ ભાવેશભાઇએ 99.99 પીઆર મેળવી રાજયમાં પ્રથમ આવી વિદ્યાગુરૂ સાયન્સ સ્કુલ અમરેલીનું ગૌરવ વધાર્યુ છે.