અમરેલી,
દિલ્હી ખાતે ઇકોના નવા બોર્ડની મીટીંગ આજે યોજાયેલ જેમાં ઇફકોના નવા ચેરમેન તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટર ની મિટિંગમાં સર્વાનુંમતે ચેરમેન તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહની વરણી કરવામાં આવેલ માનનીય દિલીપભાઈ સંઘાણી નો પ્રસ્તાવ ઉત્તરાખંડના રાજ્યના ઇફ્કો ના ડિરેક્ટર ઉમેશ ત્રિપાઠી મુકેલ જ્યારે હરિયાણાના ડિરેક્ટર પ્રહલાદસિંહ ટેકો આપેલ એવી જ રીતે વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહ ના નામ માટે પંજાબના જગદીપસિંહ નકઈ પ્રસ્તાવ મુકેલ અને પ્રેમચંદ મુનશી એ તેમને ટેકો આપેલ.શ્રી સંઘાણી એ જણાવેલ કે ઇફ્કો ના બોર્ડ ઓફ ડાયરેક્ટર એ મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ હું તમામ બોર્ડ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું આવનારા સમયમાં નેનો યુરિયા અને ડ્રોન ના પગલે સહકારી ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે ની નેમ એમને વ્યક્ત કરેલી હતી, ઇફકો દ્વારા નવી ટેકનોલોજીના માધ્યમથી નેનો યુરિયા અને નેનો ડીએપી વિશેની માહિતીનો પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ ખેડૂતોને ઉપયોગી થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે દેશના શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રના ગૃહ અને સહકરિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન નીચે “સહકાર થી સમૃદ્ધિ” માટે જે સરકારનું વિઝન છે તેમાં આગળ વધવામાં આવશે તેવું સંઘાણી એ આજે ચેરમેન તરીકે ચૂંટાયા બાદ જણાવેલ હતું. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોનાં ચેરમેન પદે બિનહરીફ રીતે શ્રી દિલીપ સંઘાણીની વરણી થતા અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં ખુશી વ્યાપી ગઇ છે અનેવિવિધ ક્ષેત્રનાં આગેવાનો સહિતેશુભકામનાઓનો ધોધ વહેતો કર્યો છે. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકોમાં શ્રી દિલીપભાઈ સંઘાણી બીજી વખત ચેરમેન પદે બીનહરીફ થતા બોર્ડમીટીંગમાં ડીરેક્ટરોએ તેમને સુભેચ્છા પાઠવી હતી જ્યારે યુ.પી.ના નેતા બલવીરસિંહ વાઈસ ચેરમેન પદે બીનહરીફ જાહેર થયા હતા.અમરેલી ભાજપ કાર્યાલયે નગરપાલીકાના પ્રમુખ બીપીનભાઈ લીંબાણી, કાળુભાઈ પાનસુરીયા, ધીરૂભાઈ વાળા, ભાવેશભાઈ સોઢા, ભગીરથભાઈ ત્રીવેદી, પ્રવિણભાઈ માંગરોળીયા, તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, અલ્કાબેન ગોંડલીયા, સુનીલભાઈ ઝીંઝુવાડીયા, દિપકભાઈ વઘાસીયા, ટીકુભાઈ ગોંડલીયા, મનીષભાઈ ધરજીયા, વી.ડી. નાકરાણી ચંદુભાઈ રામાણી, મનીષભાઈ વઘાસીયા, જયેશભાઈ ભરડવા, ૠજુલભાઈ ગોંડલીયા, રમેશભાઈ સીંગાળા, મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓની ઉપસ્થિતીમાં ફટાકડા ફોડી મો મીઠા કરાવી ખુશી મનાવી