અમરેલી,
લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ર્ચિમ બંગાળ ખાતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલાએ અમરેલી પંથક સાથે ગુજરાતના વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ખેડુતોને સહાય કરવા ગુજરાત સરકારને ભલામણ કરી છે.શ્રી રૂપાલાએઅમરેલી, સાવરકુંડલા, લાઠી વચ્ચેના વિસ્તારમાં અને ગુજરાતના ઘણા ભાગોમાં સોમવારે ભારે પવન સાથે પડેલા વરસાદથી ખેતીપાકોને તથા માલઢોરને વ્યાપક નુકશાન થયુ હતુ અને ઘાસચારો પણ બગડી ગયો હોય તથા વાડીના ફરજા,શેડ,મકાનોના નળીયાને પણ નુકશાની થઇ હોય ખેડુતોને અને પશુપાલકોને તથા અસરગ્રસ્તોને સમયસર સર્વે કરી વળતર ચુકવવા માટે ગુજરાત સરકારને શ્રી પરશોતમ રૂપાલાએ ભલામણ કરી