અમરેલી જિલ્લાના સાત વતનીઓ નર્મદા નદીમાં ડુબ્યા

અમરેલી જિલ્લાના સાત વતનીઓ નર્મદા નદીમાં ડુબ્યા

અમરેલી,

મુળ અમરેલી જિલ્લાના વતની અને સુરત રહેતા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડુબી જતાં એક યુવાનનો આબાદ બચાવ થયો છે. જયારે સાતની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મુળ અમરેલી જિલ્લાના અને હાલ સુરત સ્થિત આઠ વ્યકિત પોઇચા શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયાં હતાં અને તમામ પ્રવાસીઓ નર્મદા નદીમાં ડુબી જતાં તેને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા છે. મુળ રાજુલા તાલુકાના કોટડી ગામના વતની અને સુરતમાં રહીને જીવન નિરવાહ કરતાં આહિર પરિવાર આજે બપોરના પોઇચા જવા નિકળેલ તે દરમિયાન નર્મદા નદીમાં ન્હાવાની ઇચ્છા થઇ ત્યાં વધારે પડતુ ઉંડુ અને એ વિસ્તારમાં ન્હાવાની મનાઇ છે છતાં બધા એકા બીજાના હાથ પકડી ચેઇન બનાવી ન્હાવા પડયા તે દરમ્યાન એક ડુબવા લાગતા એકાબીજા ખેંચાવા લાગ્યા અને એકપછી એક સાત વ્યકિત ડુબી ગઇ આ લખાય છે ત્યારે પણ કોઇનો મૃતદેહ મળ્યો નથી. બનાવના સ્થળે બે ત્રણ મહિલાઓ કાંઠે બેઠી હતી. તે દરમ્યાન બધા ન્હાવા પડેલા પછી કોઇ દેખાયા નહીં. એટલે એક બેન પાસેથી ફોન લઇ સોસાયટી વિસ્તારમાં જાણ કરતાં સોસાયટી વિસ્તારમાંથી 13થી 14 લોકોનું ટોળુ મદદે આવી ચડયું હતું. જો કે આ નદીમાં હોડીની સગવડ છે હોડી ઉપરાંત જાળ પણ નાખેલી પરંતુ કોઇનો પતો લાગ્યો ન હતો. બાદમાં તંત્રને જાણ થતાં. એનડીઆરએફની બે ટીમો અને ફાયર બ્રિગેડની ટીમોએ આવીને શોધખોળ શરૂ કરી પરંતુ કોઇનો સંપર્ક થયો નથી. તેમ હસમુખભાઇએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકીએ તંત્રએ જરૂરી સુચનાઓ આપી અને મદદમાં જોડાયા હતાં. કોટડી ગામના આહિર પરિવાર ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવા પ્રભુ શકિત આપે તેવી પ્રાર્થના કરી શ્રી હિરાભાઇએ દુ:ખની લાગણી વ્યકત કરી હતી.ડુબી ગયેલાઓમાં નર્મદા નદીમાં ગરકાવ થયેલ હતભાગીઓમાં ભરતભાઇ મેઘાભાઇ બલદાણીયા ઉ.વ.45, આરનવ ભરતભાઇ બલદાણીયા ઉ.વ.12, મૈત્ર્ય ભરતભાઇ બલદાણીયા ઉ.વ.15, વ્રજભાઇ હિંમતભાઇ બલદાણીયા ઉ.વ.11, આર્યન રાજુભાઇ ઝીંઝાળા ઉ.વ.7, ભાર્ગવ અશોકભાઇ કાતરીયા, ઉ.વ.15, ભાવેશ વલ્લભભાઇ કાતરીયા ઉ.વ.15 તમામ ક્રિષ્ના પાર્ક સોસાયટી સણિયા હેમાદ સુરત ખાતે રહેતા હતાં અને હીરાના કામ સાથે સંકળાયેલા હતા. તેમ જાણવા મળ્યું છે. ત્રણ બાળકો હતાં. માત્ર એક યુવાન આબાદ બચી ગયો હતો. સાત વ્યકિતનો પતો નથી. તમામ વ્યકિતઓ અમરેલી જિલ્લાના વતનીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વધ્ાુ તપાસ હાથ ધરી છે.ભરતભાઇ બલદાણીયા તેના બે દિકરા અને તેના એક ભાઇનો દિકરો એમ એક જ પરિવારનાં ચાર સભ્યો હતા જ્યારે એક ભાણીયો મામાને ઘેર આવ્યો હતો તે અને બે અન્ય મળી સાતના લાપતા થવાના સમાચારથી સમગ્ર અમરેલી જિલ્લામાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. આગેવાનોની રજુઆતના પગલે રાત્રે પણ શોધખોળ શરૂ રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.ડુબેલા આઠેય હાથની સાકળ બનાવી સ્નાન કરતા હતા જેમાં એક તણાયો અને દરેકે હાથ પકડી રાખતા તમામ ડુબ્યાં હતા પણ સૌથી છેલ્લાનો હાથ ત્યાં હાજર કોઇએ જોઇ લેતા તેને બચાવી લેવામાં આવેલ જે હાલમાં હોસ્પિટલમાં સારવારમાં છે.