અમરેલી,
ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટ અને નવી શિક્ષણ પદ્ધતિ અંતર્ગત ગુજરાતની તમામ સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સેન્ટ્રલી કરવામા માટે ય્ભછજી પોર્ટલ દ્વારા કામગીરી હાથ ધરેલ છે, જે પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે ખુબજ ફાયદા કારક છે.હાલ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓ એ પ્રવેશ માટે સરકારશ્રી દ્વારા નિયત કરેલ પોર્ટલ ઉપર અરજીઓ કરેલ છે પણ એમનું મેંરીટ તૈયાર કરવાની તરીખને હજુ ઘણી વાર હોઈ જેથી વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળશે નહીં મળેએવા પ્રશ્નો સતાવતા હોવાથી વાલીઓ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે દોડતા નજરે પડે છે, જેથી આ સેન્ટ્રલી પ્રવેશ પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવે અથવાતો ખાનગી યુનિવર્સિટીને આ પોર્ટલ અંતર્ગત આવરી લેવામાં આવે એવી રજુઆત વિદ્યાર્થી નેતા પાર્થિવ જોશી દ્વારા ગુજરાત ઉચ્ચ શિક્ષણ મંત્રાલય ને કરવામાં આવેલ છે.