બગસરા,
બગસરા નાગરિક સહકારી બેન્ક શાખામાંથી જાત જામીન ગીરીની લોન ખાતા નં .7078થી તા. 24-10ના બિનાબેન રાજેશભાઇ નિમાવત રહે. નટવરનગર બગસરા વાળાએ રૂા.70 હજારની લોન લીધ્ોલ હતી. જે લોન પેટે બેન્કને હપ્તા પૈકી રૂા.25 હજારનો ચેક તા. 24-12-2020ના એસબીઆઇ બગસરા શાખાનો ચેક આપેલ જે ખાતામાં વટાવવા નાખતા ચેક રિર્ટન થતાં બેન્કના એડવોકેટ મારફત નોટીસ આપવા છતાં રમક આપેલ નહીં જેથી બગસરા કોર્ટમાં વિજયકુમાર ચંદુલાલ પંડયા દ્વારા કેસ દાખલ કરતા કોર્ટમાં કેસ ચાલી જતાં મેજીસ્ટ્રેટ એસ.આર. ચૌધરીએ ફરિયાદીના એડવોકેટ અશોક એચ. પંડયાની દલીલોને માન્ય રાખી બિનાબેન રાજેશભાઇ નિમાવતને એક વર્ષની સજા એ રૂા. 25000 પુરા વળતરનો હુકમ કર્યો હતો. અને વળતરની રકમ ન ચુકવે તો છ માસનું વધ્ાુ સજાનો હુકમ કરેલ છે. આરોપી બગસરા કોર્ટમાં હાજર ન હોવાથી સજાનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે. જયારે તેના પતિ રાજેશકુમાર ભીખાભાઇ નિમાવત રહે. નટવરનગર બગસરા વાળાએ જાત જામીનગીરી લોન ખાતા નં.7216 તા.13-2-20ના રૂા.75 હજારની લોન લીેધ્ોલ જે લોન પેટે બેન્કને હપ્તા પૈકી રૂા.22,500નો ચેક આપેલ જે ખાતામાં વટાવવા જતાં ચેક રિર્ટન થતાં બેન્કના એડવોકેટ મારફત નોટિસ આપવા છતાં રકમ આપેલ નહીં જેથી બગસરા કોર્ટમાં ફરિયાદી વિજયકુમાર ચંદુલાલ પંડયા દ્વારા કેસ દાખલ કરતા એડવોકેટ અશોક એચ. પંડયાની દલીલો માન્ય રાખી મેજીસ્ટ્રેટ એસ.આર. ચૌધરીએ આરોપી રાજેશકુમાર ભીખાભાઇ નિમાવતને એકવર્ષની સજા અને રૂા. 22,500 પુરા વળતરનો હુકમ કરવામાં આવેલ જો વળતરની રકમ ન ચુકવે તો વધ્ાુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. આરોપી બગસરા કોર્ટમાં હાજર ન હોવાથી સજાનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ
બગસરા નાગરિક સહકારી બેન્કમાં ચેક રિર્ટનના કેસમાં પતિ અને પત્નીને એક-એક વર્ષની સજા
Published on