બગસરા કોર્ટની સજા વોરંટના નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડયો

બગસરા કોર્ટની સજા વોરંટના નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડયો

અમરેલી,

અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી પો.સ્ટે.ની પોલીસ ટીમે મહે.પ્રિન્સીપાલ સિવીલ જજ અને જ્યુડી.મેજી.ફ.ક.સા.બગસરાની કોર્ટના ફો.કે.નં.98/2018 નેગોશ્યેબલ એક્ટની કલમ 138,142 મુજબના કામે કસુરવાર ઠરાવી સજાનુ વોરંટ ઇસ્યુ થયેલ હોય,જે સજા વોરંટના કામે ચોક્ક્સ બાતમી આધારે નાસતા ફરતા આરોપી પાર્થભાઇ ઘનશ્યામભાઇ પંડયા રહે.જસદણ 188 હુડકાનો તા.જસદણ જી.રાજકોટવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ