રાજુલાની એકિસસ બેન્કના એટીએમમાં આગ લાગી

રાજુલાની એકિસસ બેન્કના એટીએમમાં આગ લાગી

રાજુલા,
રાજુલા મેઇન બજારમાં આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં અચાનક આગ લાગવાની ધટના બનવા પામી આ આગ લાગવાથી આજુબાજુના વેપારીઓમાં અફડા તફડી નો માહોલ જોવા મળ્યો આ આગની ઘટનાથી આ વિસ્તારોમાં લોકોના ટોળેટોળા જોવા મળ્યાનજીકમાં જ પોલીસ સ્ટેશન હોવાથી તાત્કાલિક સમાચાર મળતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવેલીપોલીસ આવતા જ આજુબાજુના વિસ્તારોમાં અવરજવર બંધ કરાવવામાં આવેલી આગ લાગવાની ઘટનાથી વીજળી પુરવઠો બંધ કરાવવામાં આવ્યો અને પી.જી.વી.સી.એલ ના અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવેલી જોકે આ ઘટનામાં રાજુલા ફાયરને પણ જાણ કરવામાં આવતા રાજુલા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવેલી રાજુલા પોલીસ. ફાયર .તેમજ પીજી.વી.સી.એલ ની ટીમથી આ આગને થોડા જ સમયમાં કાબુમાં લેવામા સફલતા મળી જોકે આ આગ લાગવાનું મુખ્ય કારણ જાણવા મળ્યું નથી આ આગ થી કેટલું નુકસાન થયું તેની વિગતો જાણવા મળેલ નથી જો કે લોક મુખે ચર્ચાતી વિગત મુજબ એક બાજુ ગરમી અને સાથે સાથે આ એ.ટીમ.એમ માં એ.સી પણ નાં હોવાનું અને આ એ.ટી.એમ ની પાછલ ના ભાવે સમગ્ર બેન્ક નો કંટ્રોલ રૂમ પણ હોવાનું જાણવા મળેલ જેથી ઇલેક્ટ્રિક શોટ સર્કિટ પણ થયું હોવાનું ચર્ચાઇ રહેલ છે જો આ આગ કાબૂ માં ના આવી હોત તો નુકશાની આંક ખુબજ મોટો બની શકત પરંતુ આ અંગે એક્સિસ બેન્ક મેનેજર નિખિલભાઇ નો સંપર્ક તપાસ કરતા કોઈ મોટું નુકસાન થયેલ નથી માત્ર વાયરિંગ ગયું છે એટીએમ કે અન્ય કોઈ વસ્તુ બળેલ નથી.