અમરેલી,
આગામી ચોથી તારીખે લોકસભાની ચૂંટણીની મતગણત્રી ઝડપભેર અને સુચારુ રીતે સપન્ન કરવા માટે તંત્રને સતત માર્ગદર્શન આપી કલેકટરશ્રી અજય દહિયાની તૈયારી પુર્ણ થઇ ચુકી છે અને કાઉન્ટીંગ સેન્ટર સજ્જ બન્યુ છે.અમરેલી કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અજય દહિયાના માર્ગદર્શનમાં જિલ્લા વિકાસ અધિકાારી શ્રી પરિમલ પંડયા તથા એસપીશ્રીહિમકરસિંહની ટીમો દ્વારા અમરેલી સંસદીય મતવિસ્તારના એક હજાર જેટલા ગામડાઓમાં મતદાનની પ્રક્રિયા સુંદર રીતે પુર્ણ થઇ હતી અને હવે અમરેલીમાં આગામી ચોથી તારીખે થનારી મતગણત્રી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચની ગાઇડલાઇન વિશે કલેકટરશ્રી અજય દહિયા દ્વારા આવતી કાલે પ્રેસ કોન્ફરન્સ યોજાશે જેમા મતગણત્રી માટે જેમને ચૂંટણી પંચ દ્વારા અવરજવરની ઓથોરીટી અપાઇ છે તેવા મીડીયા સહિતના લોકોના માર્ગદર્શન આપવામાં આવશે.