રાજુલા આરટીઓમાં એકડો લેવા  નવ લાખ અગિયાર હજાર ચુકવ્યા

રાજુલા આરટીઓમાં એકડો લેવા નવ લાખ અગિયાર હજાર ચુકવ્યા

રાજુલા,

રાજુલા શહેરમાં રહેતા અને નેશનલ હાઇવે પર કડીયાળી નજીક હોટલ દર્શન ધરાવતા હરેશભાઈ વાઘ જે કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ તેમજ હોટલ દર્શનના માલિક તેમણે એક ફોરવીલ ગાડી હુંડાઈ ક્રેટા ઓટોમેટીક ટોપ મોડલ જેની કિંમત આજની તારીખે બાવીસ લાખ પંચોતેર હજાર હોવાનું જણાવેલ અને આ ગાડી પોતાના માટે તેમને ખરીદી કરી પરંતુ કહેવાય છે ને કે શોખની વાત અલગ છે અને દરેક વ્યક્તિને કંઈક અલગ અલગ શોખ હોય છે કોઈને હરવાનો કોઈને ફરવાનો ખાવાનું આવી રીતે દરેક વ્યક્તિઓને અલગ અલગ શોખ હોય છે ત્યારે આ કંકેશ્વરી એન્ટરપ્રાઇઝના માલિક હરેશભાઈ વાઘને આ ગાડી માટે તારો નંબર લેવા માટેનું શોખ હતો અને તેમણે આ ગાડી માટે એક નંબર પસંદ કરેલો અને આ એક નંબર લેવા માટે ઓનલાઈન હરાજીમાં અમરેલી આરટીઓ ખાતેથી તેમણે આ ગાડીના નવ લાખ અગિયાર હજાર પુરા ચૂકવ્યા છે અને તેમણે આ ગાડી નો નંબર ય્વ14મ્ય્ 1 પસંદ કર્યો અને હરાજીમાં તેમણે રૂપિયા નવ લાખ અગિયાર હજાર પુરા ચૂકવ્યા ત્યારે આ બાબતે હરેશભાઈએ જણાવ્યું કે આ એક નંબર લેવા માટે મેં ખૂબ જ મહેનત કરેલ છે.