બગસરામાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળાની શક્યતા

બગસરામાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળાની શક્યતા

બગસરા,

બગસરા માં પાલિકા દ્વારા દૂષિત પાણી નું વિતરણ થતાં અનેક વખત લોકો દ્વારા રજૂવાતો કરવા છતાં પાલિકા ના સત્તાધીશો નું જાણે પેટનું પાણી પણ હલતું ના હોય તેમ લોકો ને દૂષિત પાણી નું જ વિતરણ કરવામાં આવી છે પાણીજન્ય રોગો થવાની શક્યતા લોકો આ કદડા પાણીથી હેરાન થઈ ગયા છે પોતાના પાણીના ટાંકા ફિલ્ટર હોય તો ફિલ્ટર તેમજ તમામ જગ્યાએ પાણીથી સાફ કરવા જતા સાફ કરવાને બદલે વધુ બગડે છે બગસરા વાસીઓ આ બાબતે રજૂઆત કરે તો તે એમ કહે છે કે હમણાં તો આવું જ આવશે વધુ સારું જોતું હોય તો બે દિવસ મોડું આવશે. તેવા ઉડાવ જવાબ આપી લોકોનું અપમાન કરે છે મત લેવા ટાણે ભાજપના ચૂંટાઈ ગયેલા નગરપાલિકાના સભ્યો ઘરે ઘરે જઈ લોકોને કંઈ કામ હોય તો કહેજો અને અમારી સરકાર આવી જશે એટલે બધું સારું થઈ જશે ત્યારે હાલ બગસરા ની પાણી માટે ખરાબ હોય ત્યારે કોઈ ફરકતું પણ નથી અને એક તારીખ ની હપ્તા માટે રાહ જોવાય છે.શહેર માં હાલમાં પાલિકા દ્વારા ડેમ નું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ડેમ માં દૂષિત પાણી ના લીધે લોકો ને દૂષિત પાણી પીવાનો વારો આવી રહયો છે ત્યારે પાલિકા પ્રતિનિધિ ને લોકો દ્વારા અનેક વખત રજૂવાતો કરવામાં આવી હતી છતાં લોકો ને દૂષિત પાણી જ વિતરણ થતું હોય છે આ બાબતે લોકો દ્વારા પાણી વિતરણ કરતા કર્મચારી ને પૂછતા તેમના દ્વારા કઈક આવા જવાબો મળી રહ્યા છે કે એક કાત્રા પાણી જોતું હોય તો આવું જ પાણી આવશે આ દૂષિત પાણી ઉપર થી જ આવે છે અને આ પાણી ને શુદ્ધ કરવા અમો તેમાં 15 કિલો કલોરોફાઇન પાવડર નાખવાના ના બદલે 35 કિલો પાવડર નાખીએ છીએ તો આટલા મોટા પ્રમાણમાં આ પાવડર નાખવા થી લોકો ના આરોગ્ય સાથે ચેડા થતાં હોય તેવું લાગી રહયું છે તેમાં છતાં તો દૂષિત જ આવી રહ્યું છે જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ ને લોકો દ્વારા પૂછતા તેઓ દ્વારા પણ કઈક આવા જવાબો મળી રહ્યા છે કે પાણી ઉપર થી ડોળું આવે છે તો થોડા દિવસ માં સરખું થય જશે પરંતુ થોડા દિવસ થોડા દિવસ કરતા લગભગ એક માસ વિતી છતાં પાલિકા દ્વારા આવુજ દૂષિત પાણી અપાઇ રહ્યું છે જ્યારે આ બાબતે પાલિકા પ્રમુખ ને પૂછતા તેમણે જણાવેલ કે બે દિવસ માં સરું પાણી આવવા લાગશે પરંતુ આજે બે દિવસ ના બદલે ચાર દિવસ વિતી ગયા છતાં પાણી તો દૂષિત જ આવી રહ્યુ છે તો લોકો દ્વારા સ્વસ્છ પાણી આવે તેવી માંગ ઉઠી છે.જ્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો જાગૃત નાગરિક દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.