મહારાજા ફિલ્મ સામે અમરેલીમાં ભભુકતો રોષ

મહારાજા ફિલ્મ સામે અમરેલીમાં ભભુકતો રોષ

અમરેલી,
ભારત દેશ સનાતન ધર્મની અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલ અને વિશ્ર્વમાં ધર્મ અને વિજ્ઞાન સાથે સંકલીત થઇ વિશ્ર્વમાં શાંતિનો સંદેશો અને વસુદેવ કુટુંબકમ વિચારધારા સાથે વિશ્ર્વના તમામ સમાજ સાથે ધર્મને પોતાનું કુટુંબ માની ચાલનાર સંસ્કૃતિનો દેશ છે. ભારત દેશમાં કયારેય કોઇપણ સંસ્કૃતિને લાંચછન લાગે તેવુ કૃત્ય કરેલુ નથી. આ દેશમાં રામ, કૃષ્ણ, ગૌતમબુધ્ધ, મહાવીર સ્વામી, ગુરૂગોવિંદસિંહજી જેવા મહાન વ્યકિતઓ ભગવાનના સ્વરૂપમાં જન્મ લઇ સમાજને સાચી રાહ બતાવેલ હોય. તમામ દેવતાઓના જન્મ સંબધ્ોના ઐતિહાસિક પુરાવાઓ પણ આજે હૈયાત હોય. સમગ્ર વિશ્ર્વ આ લોકોને ભગવાન માની પુજા કરતાં હોય, અને ભગવાનશ્રી કૃષ્ણે કરેલ શ્રીમદ ભાગવત ગીતા વિશ્ર્વ લેવલે પ્રતિષ્ઠા અને આગવી ઓળખ પ્રાપ્ત કરેલ ગ્રંથ તરીકે સ્વીકારમાં આવેલ હોય ત્યારે એક ચોકકસ અસામાજિક તત્વો અને ભારતની સંસ્કૃતિને તોડી નાખવાઅને આ દેશને વિશ્ર્વ લેવલે નીચો દેખાડવા માટે એક ચોકકસ સંગઠન દ્વારા સમગ્ર દેશ અને હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને ખરાબ દર્શાવી દેશમાં અશાંતિ ફેલાવવા ઇરાદા પુર્વક મહારાજા નામની ફિલમ ભારતીય સંસ્કૃતિમાં ભગવાનશ્રી કૃષ્ણ અને તેના અનુયાયીઓને વિકૃત સ્વરૂપમાં સમગ્ર વિશ્ર્વમાં ખોટા અર્થમાં ફિલ્માંકન કરી રજુ કરવામાં આવેલ મહારાજા ફિલ્મ સમગ્ર વિશ્ર્વમાં રિલીઝ કરી સંસ્કૃતિને બિભત્સ રીતે રજુ કરવા હિન કક્ષાનું કૃત્ય કરેલ હોય. હિન્દુ ધર્મ અને વૈષ્ણવ ધર્મ માને છે તેવા તમામ લોકોને ધાર્મિક લાગણી દુભાઇ તેમ છે. હિન્દુ ધર્મને વિકૃત રીતે અને બિભત્સ રીતે દર્શાવેલ હોય જેથી તમામ ધાર્મિક સંગઠનોના વડાની લાગણી અને આબરૂની ઠેસ પહોંચાડતી હોય જેથી કરીને મહારાજા ફિલ્મનું વર્લ્ડ રિલીઝ તુરંત અટકાવવા અને તુરંતમાં ફિલ્મ બાન કરવામાં આવે અને પાછી ખેંચવામાં આવે. તેવી માંગણી આવેદનપત્ર પાઠવી કરી હતી. તેમ પુષ્ટિમાર્ગીય દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ દ્વારા રજુઆત કરવામાં આવી