નદી કાંઠે વરસાદ શરૂ થતાં ખેત મજુરો અડધા નદી પસાર કરી ગયેલ અને અમુક પાછળ હતા ત્યારે વિજળી પડી
અમરેલી,
અમરેલી જિલ્લામાં છેલ્લે છેલ્લે વધુ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય ત્યારે વરસાદ સાથે વીજળી પડવાની ગંભીર ઘટના લાઠી તાલુકાના આંબરડી ખાતે ઘટી હતી ને વીજળી પડવાથી 5 ના ઘટનાસ્થળે મોત અને 3 ને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ઢસા ખાતે સારવારમાં ખસેવામાં આવ્યા હતા જાણવા મળતી માહિતી પ્રમાણે લાઠીના આંબરડી ગામે વીજળી ખાબકી હતી ને ખેત મજૂરી કરતા મજૂરો ભારે વરસાદથી વહેલા ઘરે જવા નીકળ્યા ત્યારે કાળ રૂપી વીજળી ત્રાટકી હતી ને વીજળી પડતાં 5 વ્યકિતઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા આંબરડી ગામના ખેડૂત રમેશભાઈ માધાભાઈ તળાવિયાને ત્યાં ખેત મજૂરી કરવા ગયેલા દેવીપૂજક પરિવારના સગા સંબંધીઓ ખેત મજૂરી કરી પરત ફરતી વેળા આ વીજળી પડવાની ઘટના ઘટી હતી નદી કાંઠે વરસાદ શરૂ હતો ખેત મજૂરો અડધા નદી પસાર કરી ગયેલા અમુક હજુ પાછળ હતા ત્યારે વીજળી ત્રાટકી અને કુલ 8 વ્યક્તિઓને વીજળી પડવાથી ઈજાઓ થઈ હતી જેમાં 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું હતું.
જેમાં ભારતીબેન સાંથળીયા (ઉ. વ. 35),શિલ્પા સાંથળીયા ( (ઉ. વ. 18), રૂપાલી દલસુખભાઈ વણોદિયા (ઉ. વ. 18), રિધ્ધિ ભાવેશ સાંથળીયા (ઉ. વ. 5), રાધે ભાવેશભાઈ સાંથળીયા (ઉ. વ. 5)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને ઢસા ખસેડવામાં આવ્યા હતા ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થતાં મૃતકોને 108 વડે લાઠી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા