Homeઅમરેલીઅમરેલી જિલ્લામાં 12.61 કરોડના 491 વિકાસ કામો મંજુર

અમરેલી જિલ્લામાં 12.61 કરોડના 491 વિકાસ કામો મંજુર

Published on

spot_img

અમરેલી ,
રાજ્યના મત્સ્યદ્યોગ રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપતા અને લોકોની સુવિધા-સુખાકારીમાં વધારો કરતા રુ.12.61 કરોડના ખર્ચે થનારા 491 વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. બેઠકમાં, જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા સહિતના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લાના 11 તાલુકાઓ અને 9 નગરપાલિકાઓ માટે વિવિધ અનુદાન હેઠળ વિકાસ કાર્યોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને લગતી ચર્ચાના અંતે અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ આ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી, આ સાથે તેમણે પ્રજાલક્ષી આ વિકાસના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી.અગાઉ બાકી રહેલા વિકાસના કામોની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી, આ કામોને પણ વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રુ.12.61 કરોડના ખર્ચે થનાર 491 વિકાસના કામોમાં રસ્તા, ભૂગર્ભ ગટર, પૂર સંરક્ષણ દિવાલ, કોઝ-વે, વોશિંગ-ઘાટ, આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ, બસ સ્ટેન્ડ વગેરે જેવા માળખાકીય અને જનસુખાકારીના કામોને આવરી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા આયોજન મંડળના નિરીક્ષક શ્રી એન.આર. ટોપરાણી, જિલ્લા આયોજન અધિકારી શ્રી એચ. બી. પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, સહિતના જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...