અમરેલી શહેરમાં થયેલી ઓટો રીક્ષાની ચોરીનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડતી પોલીસ

અમરેલી શહેરમાં થયેલી ઓટો રીક્ષાની ચોરીનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડતી પોલીસ

અમરેલી,
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂના માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે.ની ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ નં.11193003240403/2024 ઇ.પી.કો કલમ 379 મુજબના કામના આરોપીને કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) તથા હ્યુમન સોર્સની મદદથી આરોપી જાફરભાઇ ઇબ્રાહિમભાઇ રફાઇ ઉ.વ.26 ધંધો.મજુરી રહે,અમરેલી, મણીનગર, તારવાડી રોડ, મેમણ કબ્રસ્તાનમાં તા.જી.અમરેલીને મુદ્દામાલ સાથે ગણતરીની દિવસોમાં શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.