અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમ અમરેલી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ હોય, તે દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે એક ઇસમને ચોરીની ઓટો રીક્ષા સાથે પકડી પાડી, સઘન પુછ પરછ કરતા પોતે અમરેલી તથા વડોદરા શહેરમાંથી ઓટો રીક્ષા ચોરીની કબુલાત આપતા, મળી આવેલ ચોરીની ઓટો રીક્ષા સાથે એક બજાજ કંપનીની સી.એન.જી. ઓટો રીક્ષા રજી નં. 01-06-4પ/-0362 કિ.રૂ.50,000/- સાથે આરોપી આસીફ ઉર્ફે રાજુ ઇકબાલભાઇ કુરેશી, ઉ.વ.38, રહે.ભાવનગરને આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ