Homeઅમરેલીઅમરેલીમાં શ્રી કૌશિક વેકરીયાનાં હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ

અમરેલીમાં શ્રી કૌશિક વેકરીયાનાં હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ

Published on

spot_img
અમરેલી,
અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીને વિકસીત સાથે હરિયાળુ બનાવવાનો સંકલ્પ લીધો છે. કોઈ પણ વિસ્તારનો વિકાસ ત્યારે જ સમતોલિત બની શકે જ્યારે ત્યાં વિકાસ સર્વાંગી હોય. આ નેમ સાથે કટીબદ્ધ કર્તવ્યબદ્ધ ધારાસભ્ય અને નાયબ દંડક  અમરેલીનું ગ્રીન કવર વધારવાનો સંકલ્પ લીધો છે. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે ગુરૂવારે અમરેલીથી 25 હજાર વૃક્ષો વાવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમરેલી લીલીયા રોડ પર આવેલ સીમંધરસોસાયટીમાં ગુજરત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીનાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાનાં હસ્તે વૃક્ષોરોપણ કરવામાં હતુ તથા લાઠી રોડ વોર્ડ નંબર માં  ભક્તિનગર, વૃંદાવનપાર્ક, પ્રમુખ સ્વામિ, માધવનગર, ધરમનગર, નારાયણનગર, યોગીનગર, જલારામ નગર વગેરે સોસાયટીઓમા વૃક્ષારોપણ સાથે તેના જતનનો સંકલ્પ લઈને અમરેલીને હરિયાળું બનાવવા સૌ ઉપસ્થિત આગેવાનોએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અમરેલીનું ગ્રીન કવર વધારવાનો સંકલ્પ લેતા લક્ષ્મી ડાયમંડનાં 50 વર્ષ પૂર્ણ થતાં ગજેરા ટ્રસ્ટ પણ આ અભિયાનમાં સહભાગી થવા જઈ રહ્યું છે.જિલ્લાના ગ્રીન કવરને તાઉતે વાવાઝોડામાં વ્યાપક નુકશાની થઈ હતી. ત્યારબાદ સામૂહિક પ્રયાસોના ભાગરૂપે વૃક્ષારોપણની ઝુંબેશ શરૂ થઈ હતી ત્યારે નાયબ દંડકકૌશિકભાઈ વેકરીયાનું આ અભિયાન અમરેલીના સર્વાંગી વિકાસને સુદ્દઢ બનાવશે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત અમરેલીના સંકલ્પમાં હરિતક્રાંતિ દ્વારા અમરેલીને હરિયાળું અને નંદનવન બનાવવા ભગીરથ પ્રયાસો કરવામાં આવશે. તકે અમરેલી પાલિકા પ્રમૂખ બીપીનભાઈ લીંબાણી,કારોબારી ચેરમેન મનિષભાઈ, દંડક શ્રી દિલાભાઈ વાળા,નરેશભાઈ મહેતા,પૂર્વ પ્રમુખ અને સદસ્ય શ્રી કાળુભાઈ પાનસુરીયા,ચિરાગભાઈ ચાવડા,પિન્ટુભાઈ કુરૂદંલે,હરિભાઈ કાબરીયા, ચિરાગભાઈ ત્રિવેદી, હરેશભાઈ ચાવડા,દિપકભાઈ બાંભરોલીયા સહિત સોસાયટીઓના રહીશ દ્રારા ઢોલ નગારા તથા ફુલહાર અને સાલ થી સ્વાગત કર્યુ હતું.ગંગાવિહાર માં શ્રી નાથુભાઈ ધાંધલ, અરવિંદભાઈ ભુતૈયા,અરવિંદભાઈ શાસ્ત્રી, તથા રહીશોવૃંદાવનપાર્ક ર માં જીતુભાઈ જોટાસણા,ઉમેશભાઈ પંડયા, પવાર દાદા તથા બહેનો,ભક્તિનગર માં નીતીનભાઈ, રમેશભાઇ તથા સોસાયટીઓ ભાઈઓ તથા બહેનો, માધવનગરમા શૈલેષભાઈ, અધ્વર્યુ દાદા ,વિશાલભાઈ, મિલનભાઈ, રેખાબેન તથા બહોળી સંખ્યામા ભાઈઓ તથા બહેનો , આનંદ મહેતા,મહેશભાઈ જળુ, વિહિપના શહેર પ્રમુખ શ્રી લીંબાણી ભાઈ, શાંતાબા ટ્રસ્ટ તરફથી ભરતભાઈ ધડુક, દિનેશભાઈ કાપડિયા, સહિતના રહ્યા

Latest articles

24-10-2024

23-10-2024

22-10-2024

20-10-2024

Latest News

24-10-2024

23-10-2024

22-10-2024