અમરેલી,
અમરેલી સીટી પોલીસ સ્ટેશનની બહારપરા વિસ્તારમાં આવેલ બહારપરા પોલીસ ચોકી (સરકારી મિલ્કત) ને તા.06/07/2024 ના રાત્રીના સમયે એક શખ્સ દ્વારા જાણી જોઇને સળગાવી દેવાના ઇરાદાથી પ્લાસ્ટીકની બોટલમાં પેટ્રોલ જેવુ જવલનશીલ પ્રવાહી ભરીને લઇ આવી ચોકીની લોબીની ગ્રીલમાં લગાવેલ કાપડ પર તથા પગ લુછણીયા પર છાંટી બાકસની દિવાસળી વડે ચોકીમાં આગ લગાડી બહારપરા પોલીસ ચોકીની સરકારી મિલ્કતમાં નુકશાન કરી નાસી જઇ ગુન્હો આચરેલ હતો.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમાર ની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા બનાવ અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી ચોક્ક્સ બાતમી મેળવી અમરેલી શહેરનાં બહારપરા વિસ્તારમાંથી અમરેલી સીટી પોલીસ સ્ટેશનની બહારપરા પોલીસ ચોકીને રાત્રી દરમ્યાન ઇરાદા પુર્વક આગ લગાડી નાસી જનાર મયંક જગદીશભાઇ મહેતાને તાત્કાલીક પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ