રાજુલા પાલિકા દ્વારા માસ મટનની લારીઓ તાત્કાલિક હટાવાઇ

રાજુલા પાલિકા દ્વારા માસ મટનની લારીઓ તાત્કાલિક હટાવાઇ

રાજુલા,
રાજુલા પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકમાં રાજુલા શહેરમાં મેઇન રોડ ઉપર માસ મટન તેમજ ઈંડાની લારીઓ હોવાની ફરિયાદ સંકલન સમિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા રજુવાત કરવામાં આવતા રાજુલાના મામલતદાર તેમજ ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક નગરપાલિકાની ટીમને આદેશ આપવામાં આવ્યા અને આદેશના અનુસંધાને આજરોજ રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાજુલા એસટી બસ સ્ટેન્ડ પાસે તેમજ રેલ્વે સ્ટેશન પાસે જે કાંઈ શહેર ના મુખ્ય માર્ગ પર આવી લારીઓ જે રાખવામાં આવેલ હતી તે લારીઓ આજે આ ટીમ દ્વારા હટાવવામાં આવી આજની આ કામગીરીમાં રાજુલા નગરપાલિકા ટીમમાં કરશનદાસ ગોંડલીયા મહેશભાઈ ખુમાણ ઉગાભાઈ ધાખડા ઇમરાન ભાઈ તેમજ રાજુલા પોલીસ સ્ટાફ માં, જયરાજભાઈ વાળા, રાણા ભાઈ, શૈલેષ ગીરી સહિત નો સ્ટાફ હાજર રહેલોઅને આ તમામ લારીઓ હટાવેલ અને ફરીથી આ જગ્યા ઉપર લારી ન મુકવાની સૂચના આપવામાં આવી અને આવા સંજોગોમાં ક્યારેય પણ ફરીથી મુકવામાં આવશે તો પાલિકા દ્વારા ખડકમાં પગલાં લેવામાં આવશે