અમરેલી,
લાઠી- બાબરા વિસ્તારના જાગૃત અને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા વિસ્તારના પ્રશ્નને લઈને હંમેશા લોકોની સેવામાં ખડે પગે જોવા મળતા હોય છે.ત્યારે બાબરા તાલુકાના કરિયાણા અને માધુપુર ગામના કાળુભાર ડેમના કમાન્ડ એરિયામાં 100 ટકા માઇક્રો એરીગેશન માટે પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે પાણી પુરવઠા અને રાજ્ય કક્ષાના જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ને કરવામાં આવી હતી. લાઠી – બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ દ્વારા લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના કરીયાણા ગામે આવેલ કાળુભાર ડેમના કમાન્ડ એરિયામાં માધુપુર ગામ આવેલ છે કે જ્યાં માઇક્રો એરીગેશનના પાઇલોટ પ્રોજેક્ટ દ્વારા 100 % માઇક્રો એરીગેશન શકે તેમ છે. ધી ગુજરાત રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘ લિ. ગાંધીનગરને 100 % માઇક્રો એરીગેશનની કામગીરીના પાઇલોટ પ્રોજેક્ટની મંજુરી આપવાની વિચારણા થાય ત્યારે કાળુભાર ડેમના કમાન્ડ એરિયામાં આવેલ માધુપુર ગામમાં પાયલોટ પ્રોજેક્ટની મંજુરી આપવા ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ યોજના અમલ માં આવશે તો આજુબાજુના વિસ્તારના ખુબ મોટો સિંચાઈનો લાભ મળશે અને કાયમી ખેડૂતોના પ્રશ્નનો હલ થશે તેવી વિસ્તારના ખેડૂતો દ્વારા લાગણી વ્યકત કરવામાં આવી