જુનાગઢ,
જુનાગઢ રેન્જ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ગેરકાય દેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો વિરુધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા સુચના મુજબ એ ડિવિઝન પોલિસે જુનાગઢ ગીરનાર દરવાજા ચામુંડા માતાના મંદિર પાસે રહેતા રમેશ ઉર્ફે, રોકી લાખાભાઈ ભરાઈ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટરશ્રી અનીલ રાણાવસીયા તરફ પોલિસ અધિક્ષક મારફત મોકલતા કલેકટર દ્વારા પાસા વોરંન્ટ ઈસ્યુ કરતા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. જે.જે. પટેલ, એ. ડિવિઝન પી.આઈ. વી.જે. સાવત તથા સ્ટાફે રમેશ ઉર્ફે રોકી લાખાભાઈ ભારાઈને પાસા વોરંન્ટની બજવણી કરી અટકાયત કરી અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ.