અમરેલી જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો : અઢી ઇંચ વરસાદ

અમરેલી જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો : અઢી ઇંચ વરસાદ

અમરેલી,

અમરેલી શહેર અને જિલ્લામાં આજે ધ્ાુપછાવભર્યા વાતાવરણ વચ્ચે બપોર બાદ આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાયા હતાં અને સાંજનાં સમયે જિલ્લામાં હળવા ભારે વરસાદ પડ્યો હતો. અમરેલી તાલુકાનાં લાલાવદર ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. અમરેલી પંથકના મોટાભાગના ગામોમાં દોઢ ઇંચ જેવો વરસાદ પડયો છે. અમારા બાબાપુરના પ્રતિનિધી શ્રી હસમુખ રાવળના અહેવાલ મુજબ અમરેલીનાં ભંડારીયા, ગાવડકા, ખીજડીયા, તરવડા, મેડી સહિતના ગામોમાં સાંજના સમયે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો જ્યારે અમરેલી નજીક આવેલા દેવળીયામાં પણ દોઢ ઇંચ ઉપરાંતનો વરસાદ પડયો હતો આજુબાજુના ગામોમાં પણ વરસાદના વાવડ મળ્યા છે. જાફરાબાદના નાગેશ્રીમાં અર્ધા કલાકમાં એક ઇંચ મુશળધાર વરસાદ પડયો હતો. નાગેશ્રી આજુબાજુના ગામોમાં પણ વરસાદ પડયાનાં સમાચારો મળ્યા છે. જ્યારે સાવરકુંડલા, વંડા, ચલાલામાં પણ સારો વરસાદ પડ્યાનાં વાવડ મળી રહ્યાં છે. જ્યારે બાબરા, અમરેલી, ધારી, રાજુલામાં હળવા ભારે વરસાદનાં ઝાપટા પડ્યાનું સુત્રોમાંથી જાણવા મળે છે.ધારીના દીતલા, સમઢીયાળા, ધારગણી, ખંભાળીયા સહિતના ગામોમાં અંદાજે દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે સાવરકુંડલાના આંબરડીમાં પણ વરસાદ પડયો હતો. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજે મેઘરાજા મહેરબાન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ શરૂ સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણીની નદીઓ વહેતી થઈ તો ગ્રામ્ય વિસ્તારમાં કાનાતળાવ, હાથસણી, નેસડી, ચરખડિયા અને ગોખરવાળા તેમજ નાના મોટા ઝીંઝુડા, પીઠવડી, પિયાવા ભમોદરા અને રામગઢ, બાઢડા સહિતના તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સાથે વરસાદ શરૂ પાંચ દિવસના વિરામબાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી, લોકોએ ગરમીમાંથી રાહત લીધી.રાજ્યમાં ચોમાસાનું આગમન એક માસ પૂર્વે થઈ ગયું છે ત્યારે રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડતાં તારાજી સર્જાઈ છે તો કેટલાક વિસ્તારોમાં હજુ વાવણી પણ થઈ નથી તો ક્યાંક ” ખુશી તો ક્યાંક ” જેવી સ્થિતિ ઊભી થઈ છે.ચોમાસાને એક માસ વીતી જવા છતાં વરસાદ ને લઈ ખેડૂતો ચિંતા માં છે તો ક્યાંક વરસાદ માટે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેવામાં સાવરકુંડલા તાલુકાનાઆંબરડી ગામે ચાલુ ચોમાસા ની સીઝન માં ઝાપટાં થી વાવણી થયા બાદ સોમવારે સાંજના સંધ્યા સમયે એકાએક વાતાવરણ પલટાતા વરસાદ શરૂ થતાં ખેડૂતો માટે એક નવું આશાનું કિરણ બંધાયું હતું. સાવરકુંડલા શહેરમાં પણ એક કલાક સુધી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ લખાય છે ત્યારે આંબરડી ગામે હજુ વરસાદ શરૂ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 15 જુલાઈ થી 23 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે આજના દિવસથી સાચી ઠરી હોય તેવું જોવા મળી રહ્યું છે. હજુ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ અમરેલી જિલ્લામાં પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને લઈ દરિયાઈ વિસ્તારમાં માછીમારો ને પણ દરિયો નહિ ખેડવા સૂચના આપવામાં આવી છે.