ડેડાણ,
ખાંભાના ડેડાણ ત્રાકુડા રોડ ઉપર તુલસીશ્યામ પેટ્રોલિયમ વિસ્તારમાં એક દિપડાએ કુતરાનો શિકાર કર્યો હતો. તે સીસીટીવીમાં કેદ થયેલ પેટ્રોલ પંપના રાતપાળી સ્ટાફ સહિત ના લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે. પંપની બાજુમાં જ રાજવી સુરેશભાઇ કોટીલાનો રેહઠાંણ હોય દિપડાના ભયથી આ વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે. લાગતા વળગતા યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે. તત્કાલ દિપડાને પાંજરે પુરવા વ્યવસ્થા કરવી જરૂરી છે.