જુનાગઢ,
જુનાગઢ એ ડિવીઝન પીઆઇ વી.જે.સાવજ, પીએસઆઇ ઓ.આઇ. સીદી, એ.એ. પરમાર તથા પોલીસ સ્ટાફે બિલખા રોડ ધરાનગર વિસ્તાર દશામાના મંદિર પાસે વિજય કરશનભાઇ સોંદરવાના મકાનમાં પોતાના અંગત ફાયદા માટે બારથી માણસો બોલાવી હારજીતો જુગાર રમાડી નાલના પૈસા ઉઘરાવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર ધામ ચલાવતાં વિજય કરશનભાઇ સોંદરવા, લલીત મોહન ભાઇ વાઘ, સંજય મગનભાઇ મારૂ, હુસેન કરીમભાઇ બ્લોચ, કમલેશ અરજણભાઇ પરીયા, ભરત કાનજીભાઇ પઢીયાર, ગોપાલ બકુલભાઇ ઝાલાને પોલીસે રોકડ રૂા. 22,950, ત્રણ બાઇક રૂા.80,000 અને પાંચ મોબાઇલ રૂા.33,000 મળી કુલ રૂા.1,35,950ના મુદામાલ સાથે ઝડપી પાડયા