રાજુલામાં વિજળી માટે લોકોનો ફોલ્ટ કચેરીમાં હોબાળો : પોલીસ બોલાવાઇ

રાજુલામાં વિજળી માટે લોકોનો ફોલ્ટ કચેરીમાં હોબાળો : પોલીસ બોલાવાઇ

રાજુલા,
અમરેલી જિલ્લામાં મોડી રાતે રાજુલા શહેરમાં વીજળી ગુલ થવાના કારણે કલાકો સુધી વીજળી નહિ આવતા સ્થાનિક લોકો પીજીવીસીએલ કોલસેન્ટરમાં ફોન સતત કરતા સંતોષકારક જવાબ નહિ મળતા રોષ અધિકારીઓ દ્વારા ફોન રિસીવ નહી કરતા વધુ રોષ જોવા મળ્યો હતો વીજ કચેરીમાં રાતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા,તાલુકા પંચાયત પ્રમુખના પતિ ધીરજભાઈ પુરોહિત,રાજુલા શહેર ભાજપ મહામંત્રી અને નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા,સહિત સોસાયટીના રહીશો સ્થાનિકો અને કેટલાક ભાજપના કાર્યકર્તાઓ પોહચીયા હતા અને ભારે રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો પીજીવીસીએલ કચેરીમાં ફોન નહિ ઉપાડવા મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જોકે રાજુલા શહેરમાં આવેલ સવિતાનગર ફીડર ફોલ્ટમાં જવાના કારણે વીજળી ગુલ થઈ હોવાનું પીજીવીસીએલ દ્વારા કારણ દર્શાવ્યું હતુ મામલો વધુ ઉગ્ર બનતા પોલીસની ટીમ પીજીવીસીએલમાં દોડી આવી હતી પોલીસ દ્વારા અંતે મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મુખ્ય અધિકારી દ્વારા ટેલિફોનિક વાતચીત કરી સવારે રૂબરૂ બેઠક કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાત્રી આપ્યા બાદ મધરાતે મામલો શાંત પડ્યો હતો.રાજુલા તાલુકા પંચાયત પ્રમુખના પતિ ધીરજભાઈ પુરોહિતએ જણાવ્યુ સવિતાનગર ફીડર કાયમી માટે ફોલ્ટમાં હોય છે પીજીવીસીએલ કોલ સેન્ટરમાં કોલ લાગતો નથી પબ્લિકને જવાબ મળતો નથી વેપારીઓ લોકો દિવસે ધંધા કરતા હોય રાતે લાઈટ ન હોય જેના કારણે સુય શકતા નથી પીજીવીસીએલની 2 કલાક સુધી લાઈટ આવતી ન હોય જેના કારણે બધા ભેગા થયા હતા હાલમા કાયમી ફીડર શરૂ રહેવા માટેની ખાત્રી પીજીવીસીએલ અધિકારી દ્વારા આપી છે.રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મનીષભાઈ વાળાએ જણાવ્યું સવિતાનગરમાં 12 વાગે લાઈટ ગઈ હતી સતત મને કોલ આવતા હતા કોલ સેન્ટરમાં કોઈ ઉપાડે નહિ લાઈટ આવી ગઈ છે અને અધિકારીએ સવારે મળવા માટેની બાહેનધરી આપી છે જેના કારણે અમે પીજીવીસીએલનું હાલ મેદાન છોડી રહ્યા છીએ.
શું કહે છે પીજીવીસીએલ?રાજુલા પીજીવીસીએલ નાયબ ઈજનેર રામભાઈ બલાઈએ કહ્યું, રાતે લાઈન ઉપર અચાનક ચામાચીડ્યું પડ્યું હતુ જેના કારણે ફોલ્ટ આવ્યો હતો. અમારા જુનિયર એન્જીનયર રાતે હાજર જ હતા અને રાજુલા શહેરમાં હજારોની સંખ્યામાં કનેક્શન છે કોલ સેન્ટર ઉપર એક સાથે કોલ આવતા હોય છે ત્યારે કેટલીક વખત કોલ વ્યવસ્થ આવતો હોય છે રાતે જ ફોલ્ટ દૂર કરી લાઈટ અમારી ટીમએ આપી દીધી છે હાલ કોઈ પ્રશ્ન નથી.