ઢસા,
ઢસા પોલિસ સ્ટેશન વિસ્તારમાં તા.27-5-24 ના આરોપી ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમલી અરવિંદભાઈ પરમારે ફરિયાદીને વોટસએપ કોલમાં આસારામબાપુના ભંડારના રૂપિયા બદલવાના હોય તમે બધા 500 ના દરની ચલણી નોટો આપો તો અમો તમને રૂ/50 તથા 100 ના દરની ચલણી નોટો આપીશું અને તેના કમીશન પેટે 10 લાખના 10 ટકા 20 લાખના 20 ટકા 50 લાખના 50 ટકા આપવાનું કહી ફરિયાદી સાથે 2 લાખ રૂપિયા બદલાવી કમીશન પેટે 20 હજાર આપી આવી રીતે વિશ્ર્વાસમાં લઈ 50 લાખ બદલવાનું કહેતા ફરિયાદીને વિશ્ર્વાસમાં લઈ પોતાની બચતના તથા તેમના દિકરા તથા મિત્ર સર્કલમાંથી તથા સગા સબંધી પાસેથી રૂ/.15,00,000 તથા ફરિયાદીના ભાણેજ ભાવેશભાઈએ તેના બચતના તથા તેના મિત્ર સર્કલ અને તેના પિતાજી પાસેથી તેમજ પિતાજીના મિત્ર સર્કલમાંથી રૂ/.48,00,000 ભેગા કરી કુલ રૂ/.63,00,000 બદલવા ફરિયાદી તથા ભાવેશભાઈ જતા ધર્મિષ્ઠાએ પુર્વઆયોજીત કાવતરું રચી મિતલબેન તથા બીજા શખ્સોએ મોઢે કપડું બાંધ્ોલ હતું અને ટોપી પહેરેલ હતી.જેઓએ ફરિયાદીની ગાડીમાંથી અલગ અલગ બે બેગમાં રાખેલ રૂ/.63 લાખ બળજબરીપુર્વક પોતાની ફોરવ્હીલમાં લઈ નાસી ગયેલ. જેની ઢસા પોલિસ મથકમાં ફરિયાદ થતા ના .પો.અધિ. બોટાદ તથા ઢસા પોલિસે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ અને હયુમનસોર્સની મદદથી આરોપી હર્ષદ ઉર્ફે મુનો ભીખાભાઈ ટાંક, ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમલી હર્ષદભાઈ ટાંક રહે. ગારીયાધાર તથા પૃથ્વીસિંહ ભુપતસિંહ વાઘેલા રહે.સાણંદવાળાઓને ઝડપી પાડી રોકડ 5,20,000, સ્કોડા ગાડી જી.જે. 01 આર.બી. 1888 રૂ/.6લાખ તેમજ એક ફોર્ડ કંપનીની ઈકો સ્પોર્ટસ કાર ડી.એલ. 6 સી.આર.6363 રૂ/.6 લાખ 11 જુદી જુદી કંપનીના મોબાઈલો તેમજ એક છરી સહિતના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.
ઢસા પોલિસે છેતરપીંડી તથા બળજબરીપુર્વક પૈસા પડાવી લેતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ કર્યો
Published on