અમરેલી,
અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓ દ્વારા અમરેલી ડીવીઝન નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા જરૂરી સુચના તથા જરૂરી આપેલ હોય જે અન્વયે અમરેલી ડીવીઝન નાસ્તા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એસ.ડાંગર ની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા અમરેલી રૂરલ પો.સ્ટે.ના ગુ.ર.નં.11193004240163/2024 ૈં એક્ટની કલમ 363, 366, 376(2)એન, 376(2)જે, 367, 377, 212, 114, 120(બી), 34 તથા પોક્સો એક્ટ કલમ 4, 6, 8, 10, 17, 18 વીગેરે મુજબના કામનો નાસ્તા ફરતા આરોપી વિરાજ નીતીનભાઇ વાદી ધંધો,ખેતી રહે. કાલાવાડને હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સોર્સની મદદથી જામનગર જીલ્લાના કાલાવાડ તાલુકાના વજીર ખાખરીયા ગામેથી હસ્તગત કરી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી થવા સોંપી આવેલ છે.