અમરેલી,
દેશના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વની એનડીએ સરકાર નાં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટને આવકારતા અને આભાર વ્યક્ત કરતા અમરેલીના સાંસદ શ્રી ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે આ બજેટમાં શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂપિયા 50 હજારથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું. આ સિવાય 0થી 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3થી 7 લાખ રૂપિયા માટે 5%, 7થી 10 લાખ રૂપિયા માટે 10%, 10થી 12 લાખ રૂપિયા માટે 15%. 12થી 15 લાખ સુધી 20%. 15 લાખથી વધુના પગાર પર 30 ટકા ટેક્સ લાગશે.મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા થઈ ગઈ છે.500 ટોચની કંપનીમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપનું વચન આપવામાં આવેલ છે. મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ 1 કરોડ ઘરોમાં દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે આ વખતે બજેટમાં 1.52 લાખ કરોડની મસમોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફંડની મદદથી કૃષિ ક્ષેત્રને બને તેટલો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરાશે. ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પગલાં લેવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો સર્વે કરવામાં આવશે તેમજ 32 પાકોની 109 નવી જાતો રજૂ કરવામાં આવશે. કેન્સરની દવાઓ, સોનું અને ચાંદી, પ્લેટિનમ, મોબાઈલ ફોન, મોબાઈલ ચાર્જર, ઇલેક્ટ્રિકલ વાયર, એક્સ-રે મશીન, સોલર સેટ, લેધર અને સીફૂડ વગેરે સસ્તું થશે.