બગસરા,
બગસરામાં બે દિવસ પહેલા પડેલ વરસાદના લીધે અનેક સ્થળોએ નુકશાન કરેલ છે. અમુક રોડ તો અમુક રોડની સાયડો તો અમુક પુલ તેમજ અનેક દુકાનો જેવી કે સસ્તા અનાજની દુકાનોમાં પાણી ભરાય જવાથી લોકો સુધી પહોંચાડવામાં આવેલ અનાજ હાલ પોયજનનું રૂપ ધારણ કરી લીધું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે આવા દુકાનદારો દ્વારા મામલદારને આ બાબતે જાણ પણ કરેલી છે કે અમારી દુકાનોમાં પાણી ઘુસી ગયેલ છે. જેના લીધે તમામ અનાજનો જથ્થો બગડી ગયેલ છે. પરંતુ તંત્ર દ્વારા આવ્યું કે બજારમાંથી વેચાતું લયને ગ્રાહકોને આપો એ અમારો પ્રશ્ન નથી જે બગડી ગયું એ તમારે જોવાનું છે આવા ઊડાવ જવાબ આપીને સ્થળ તપાસ પણ કરવામાં ના આવી લોકો સ્વસ્થ સાથે ચેડા કરી રહ્યા છે.જ્યારે બીજી તરફ જોઈયેતોઅમરેલી રોડ સર્કલ પાસે રોડનું ધોવાણ થયું છે. વધુ પડતું આવવાના લીધે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો ત્યારે આજે બે દિવસ વિતી ગયા છતાં જાણે શહેરની જનતાની કોય ને પડી ના હોય તેમ રોડની બંને બાજુ સાઈડોનું ધોવાણ થયું છે. અને મશ મોટા ખાડા બની ગયા છે. ત્યારે આ રોડ ઉપર થી પસાર થયા વાહન ચાલકો ઉપર ખતરો તોળાઈ રહેલ છે. ત્યારે તંત્ર દ્વારા કોય જાન હાની થાય તેની રાહમાં હોય તેમ તપાસના નામે મીંડું. વધુમાં જોઈયેતો જે વિસ્તારના નદી નાળા છે તે તમામ વિસ્તારોમાં ભરપૂર ઘોડા પૂર આવેલ હતા આવા અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીના લીધે માટીનો કાપ રોડ ઉપર આવી ગયેલ છે. જેના લીધે કાદવ કીચડનું સ્થાપ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. પરંતુ પાલિકા દ્વારા આવા સ્થળોની તપાસ કરવામાં તેમજ સફાઈ કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. ત્યારે ગંદકી ના લીધે લોકો ઉપર રોગચાળાનો ખતરો જોવા મળી રહ્યો