Homeઅમરેલીબગસરામાં અઢી લાખના બિનઅધિકૃત રેશનિંગના અનાજનો જથ્થો ભરેલો મીની ટેમ્પો ઝડપાઇ ગયો

બગસરામાં અઢી લાખના બિનઅધિકૃત રેશનિંગના અનાજનો જથ્થો ભરેલો મીની ટેમ્પો ઝડપાઇ ગયો

Published on

spot_img

બગસરા,
ગઈ કાલના રાત્રિ દરમિયાન બગસરા થી અમરેલી તરફ જતી મીની ટેમ્પો ગાડી અનાજના જથ્થા ભરેલ ગાડી ને એક જાગૃત નાગરિક સંજયભાઈ કાપડિયા રહે તડકા પીપળીયા દ્વારા આ ગાડીની જાણ થતાં આ ગાડી પાછળ પોતાનું વાહન લઈને પીછો કરતા તે ગાડીને બગસરા અટલજીપાર્ક પાસે ગાડીને પકડી પાડવામાં આવેલ અને ડ્રાઈવર વિનોદભાઈ ગોવિંદભાઈ પરમાર રહે કોટડા અને કીલીન્ડર સમીરભાઈ ઓસમાણભાઈ ચૌહાણ રહે બીલખા વાળા વિરુધ્ધ ફરિયાદ કરેલ છે. અને બગસરા પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી અને પ્રાંત અધિકારી એ આ ગાડી ને સીજ કરવામાં આવી હતી. અને બગસરા પોલિશ સ્ટેશન ખાતે આ ગાડીને લઈ ખરીદીના બિલનું પૂછતાબિલ ના હોવાથી આ ગાડી ને સિજ કરવામાં આવી હતી. જ્યારે આ ગાડી માં ચોખા ની કિંમત 98622 અને ટેમ્પાની કિંમત 1.50 લાખ રૂપિયા સહિત કુલ 248622 કુલ મુદામાલ સહિત આ ગાડી ને સિજ કરવામાં આવી હતી અને વડીયા ખાતે સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે લોકો સસ્તા અનાજના ચોખા અને ઘઉં મેળવવા માટે વલખાં મારતા હોય છે ત્યારે આવા મળતિયાઓ દ્વારા આ સસ્તા અનાજના ચોખા બરોબર વહેચી મારવામાં આવતા ગરીબો અનાજ વિહોણા રહી જાય છે ત્યારે આવા લોકો ઉપર તપાસ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી

Latest articles

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

Latest News

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...