બગસરા,
બગસરામાં એલપીજી ગેસના બાટલા ભરેલ રીક્ષા ના પોલ સાથે અથડાતા પોલ ઢળી પડ્યો અને રીક્ષાના ટેકે થાંભલો અટક્યો અને તેના હિસાબે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ થાંભલા સાથે રીક્ષા અથડાઈ હતી અને પાંચ કલાક પછી થાંભલો ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પીજીવીસીએલ વાળા થાંભલો લેવા ગયા અને પાંચ કલાકે આવ્યા ત્યાં સુધી તે વિસ્તારમાં લાઈટ વગર ધંધાર્થીઓ ફફડિયા ધંધા રોજગાર માટે લાઈટ જરૂરી હોય તો પાંચ પાંચ કલાક લાઈટ ગુલ થતા તે વિસ્તાર ના લોકો ત્રાહિમામો કરી ગયા હતા પીજીવીસીએલ નું તો એવું છે કે પાણી પીવું હોય ત્યારે કૂવો ખોદવો ત્યારે પાંચ કલાક બાદ પીજીવીસીએલ વાળા થાંભલો લઈને આવ્યા ત્યારબાદ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યાં સુધી બાટલા ભરેલ રીક્ષા થાંભલાને ટેકે હતી એટલે રિક્ષાવાળો બાટલાનું વિતરણ કરી ન શક્યો અને રીક્ષા કાઢવા જાય તો થાંભલો નીચે પડે તેના લીધે તેની પણ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ