અમરેલી,
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.એલ.ચૌધરીની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસની વીજપડી આઉટ પોસ્ટની ટીમ આજરોજ રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હોય. તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે વિજપડી ગામે હસની ચોક પાસે રહીમભાઇ અલારખભાઈ ખોખરના રહેણાંક મકાન પાસે શેરીમાં એક સફેદ કલરની ફોરવ્હીલ વાહનમાં પરપ્રાંતનો વિદેશી દારૂ ભરેલ હાલતમાં પડેલ હોવાની બાતમી મળતા જે બાતમી આધારે ફોરવ્હીલ વાહનમાં તપાસતા ડ્રાઇવરની સીટની બાજુની સીટ પર પાછળની સીટ ઉપર એક સરખી બ્રાન્ડની કંપની રીંગ પેક પર-પ્રાંતની વિદેશી દારૂની બોટલો રાખેલ હોય જે વિદેશી દારૂના જથ્થા સાથે મારૂતી સુઝુકી સ્વીફટ કાર રજી. નંબર- ય્વ-01-લ્લઇ-5354 ના ચાલક તથા તપાસમા ખુલે તે તમામને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ