જુનાગઢ,
જુનાગઢ જીલ્લાના વિરપુર ગામના શ્રમિક પરિવારના રાષ્ટ્રી પ્રેમી મુસ્લિમ યુવાને 15 ઓગસ્ટના વહેલી સવારે વિરપુર ગામની સીમમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્ર ધ્વજના કાર્યક્રમમાં હાજરી આપી પોતાના રોજીના સ્થળે જુનાગઢ સિટી વિસ્તારના ખલીલપુર રોડ ઉપર કૈલાશ ફાર્મની બાજુમાં આવેલ વેલ્ડીંગનું દુકાન પાસે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા પાંચ ફુટનો લોખંડ પાઇપ તૈયાર કરી તેમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવાની તૈયારી કરતાં હતાં.ત્યારે દુકાન પાસેથી નીકળેલ પીજીવીસીએલના વિજ વાયર એકદમ ઢીલા અને નીચે હોય જે વિજ વાયરને પાઇપ અડી જતાં મુસ્લિમ યુવાન મોહંમ્મદ હનીફ હસનભાઇ શિડાને જોરદાર વિજ શોક લાગતાં 108માં જુનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડાતા ડોકટરે મૃત જાહેર કરેલ આમ એક શ્રમિક યુવાનનું પીજીવીસીએલ સબ ડિવીઝનની બેદરકારીને કારણે વિજ શોક લાગવાથી અવસાન પામતાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.