પ્રતાપપરા,
થોડા સમય પહેલા અમરેલી ટાઉન સબ ડીવી. વિસ્તારની હદમાં રહેતા ઈકબાલ ભાઈ કુરેશી એ પી.જી.વી.સી. એલ. વીજ કાંની લાઈનમાં આંકડીયા વડે ગેરકાયદેસર પાવરચોરી કરતા રંગેહાથ ઝડપાયેલ, જેથી વીજ કાંના અધિકારી શ્રી એમ.આર. પરમાર દવારા પ્રતીવાદી વિરુધ્ધ બાકી લેણી રકમ વસુલવા કોર્ટમાં કેસ દાખલ કરેલ. જે કેસમાં પ્રતીવાદી દવારા વાદી વિજ કંપનીની બાકીલેણી વીજચોરી/વપરાશની રકમ ન ભરતા, બંન્ને પક્ષકારોને બચાવની પુરતી તક આપ્યા અંતે અમરેલીના મહે. સેકન્ડ એડી. સીવીલ જજશ્રી ડી.બી. ગઢવીએ પ્રતીવાદીને અમરેલી સીવીલ જેલ હવાલે કરેલ છે. આ કેસમાં વિજ કંપની તરફે પેનલ એડવોકેટ શ્રી ધર્મેશ એચ. પંડયા રોકાયેલ હતા.