કોર્ટે ફરી એકવાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈઘને આપવામાં આવેલી ધરપકડની સત્તાનું અર્થઘટન કર્યું છે.
દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ઈઘ પાસે ધરપકડ કરવાની અમર્યાદિત સત્તા નથી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 19 હેઠળ ઇડી પોતાની મરજીથી કોઇપણ વ્યક્તિની ધરપકડ કરી શકતી નથી.
આજકાલ દેશમાં વિપક્ષોએ ઈડીની કાર્યપ્રણાલિકા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તો એ લોકમાન્યતા છે કે કેન્દ્ર સરકાર વિરોધ પક્ષના નેતાઓ અને કેટલાક પોતાના વિરોધીઓ સામે ઈડીનું શસ્ત્ર વારંવાર ઉગામે છે. આ માન્યતા એટલી હદ સુધી પ્રસરેલી છે કે ખરેખર જ વિપક્ષનો કોઈ મહાચોર ઈડીના સકંજામાં ફસાય તો પણ લોકો એમ માની લે છે કે એ ચોર હોવાથી નહિ પણ વિપક્ષનો હોવાથી દરોડા પડ્યા છે.
જે બતાવે છે કે ઈડીએ દરોડાઓમાં થોડી અતિશયોક્તિ કરેલી છે. ભાજપે એવું એક લિસ્ટ જાહેર કરવું જોઈએ કે જે ભાજપની સરકારોમાં ક્યાંક પ્રધાન હોય કે સાંસદ હોય અને એની બેનામી મિલ્કતો અને હવાલા કૌભાંડો ઝડપી લેવાયા હોય. ભાજપના નેતાઓ પણ આ દેશના જ છે અને તેઓ કંઈ દેવના દીકરા નથી કે દૂધે ધોયેલા નથી.
પરંતુ ઈડીની નજરમાં તેઓ આવતા નથી. એક અરજી પર સુનાવણી કરતાં બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોઈ વ્યક્તિની ધરપકડ કરે છે, તો તે વ્યક્તિ મની લોન્ડરિંગ માટે દોષિત છે તેની સંપૂર્ણ ખાતરી હોવી જોઈએ.
તે તેની સાથે સંબંધિત દલીલો રેકોર્ડ કરશે એટલે કે તત્ સંબંધિત દસ્તાવેજો પર સ્વામીત્વ પ્રાપ્ત કરશે અને પછી ધરપકડ કરી શકશે. જો કોઈ વ્યક્તિ સામે મની લોન્ડરિંગનો આરોપ હોય તો ઈડી તેની પૂછપરછ કરી શકે છે, પરંતુ તે વ્યક્તિને આગોતરા જામીન મેળવવાનો અધિકાર છે.
આ રીતે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે. સુપ્રિમ કોર્ટે અગાઉ એમ પણ કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મની લોન્ડરિંગ કેસમાં કોઈ પણ આરોપીની મનસ્વી રીતે ધરપકડ કરવાનો અધિકાર નથી.
પરંતુ તે પછી પણ ડિરેક્ટોરેટની કામગીરીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. દિલ્હી હાઈકોર્ટના તાજેતરના અર્થઘટન પછી તેનું વલણ કેટલું બદલાશે તે કહેવું મુશ્કેલ છે. વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કામગીરી અંગે લાંબા સમયથી વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટાચારને રોકવાના નામે આવકવેરા વિભાગ, સેન્ટ્રલ બ્યુરો ફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં દરોડામાં નોંધપાત્ર વધારો થયો છે.
વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો છે કે આ ત્રણેય એજન્સીઓ સરકારના ઈશારે બદલાની ભાવનાથી કામ કરી રહી છે. આ બાબતને લઈને કેટલાક વિપક્ષી પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં આ એજન્સીઓના બિનજરૂરી દરોડા રોકવાની અપીલ પણ કરી હતી. પરંતુ કોર્ટે કહ્યું હતું કે મની લોન્ડરિંગનો મામલો ગંભીર અને સંવેદનશીલ હોવાથી અને તેનો અમુક હિસ્સો આતંકવાદને ધિરાણ સાથે સંબંધિત હોઈ શકે છે.
તેથી તે ઈઘ, ભમ્ૈં અને આવકવેરા વિભાગને પગલાં લેતા અટકાવી શકે નહીં. પરંતુ આ એજન્સીઓને પણ તેમની સત્તાની મર્યાદામાં રહીને કામ કરવાની સૂચના આપવામાં આવી હતી.
હકીકતમાં, ઘણા કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું હતું કે સીબીઆઈના કાર્યક્ષેત્રમાં આવતા કામમાં પણ ઈઘ માત્ર શંકાના આધારે દખલ કરે છે. કાયદા અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં કોઈ પણ વ્યક્તિનો દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેની સામે કોઈ ધરપકડની કાર્યવાહી કરવી જોઈએ નહીં. પરંતુ આવા ઘણા ઉદાહરણો છે જ્યારે તેણે ઉતાવળ કરીને લોકોને જેલના સળિયા પાછળ મોકલ્યા છે. મની લોન્ડરિંગ એ નિ:શંકપણે એક ગંભીર અપરાધ છે અને તે કોઈ રહસ્ય નથી. અદાલતો એ હકીકતથી સારી રીતે વાકેફ હોય છે કે ભ્રષ્ટાચાર દ્વારા એકત્ર કરાયેલી ઘણી બધી રકમ રાજકીય આશ્રય હેઠળ સુરક્ષિત સ્થળોએ વાળવામાં આવે છે. પરંતુ આધાર, પુરાવાઓ અને પૂરતા દસ્તાવેજો વિના તેઓ ચાહે તો પણ ખુદ સુઓમોટો દાખલ કરી શકતા નથી. અદાલતોએ વિવિધ કેસમાં ટકોર કરેલી જ છે કે ચોક્કસપણે ઈડીની સ્વચ્છંદતાને રોકવી જોઈએ. ઈડીની પદ્ધતિ પારદર્શક અને ન્યાયી હોય, તો જ તપાસ એજન્સીઓની વિશ્વસનીયતા જાળવી શકાય.જો પસંદગીના લોકોને નિશાન બનાવીને કાર્યવાહી કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે આંગળીઓ ઉંચી થશે.
એટલા માટે વિરોધ પક્ષો આવા ઘણા નેતાઓના નામ ટાંકી રહ્યા છે જેમના પર મની લોન્ડરિંગના ગંભીર આરોપો છે, પરંતુ તેઓ શાસક પક્ષમાં હોવાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમની સામે આંખ આડા કાન કરે છે.
દરોડાઓ અને ધરપકડમાં વ્યસ્ત ઈડી ખુદ શંકાના ઘેરાવામાં છે, એની સ્વચ્છંદતા હદ વટાવી રહી છે
Published on