રાજુલા,
રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદના હિસાબે મોટાભાગના માર્ગમાં ગાબડાઓ પડી છે પરિણામે રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ છતડીયા રોડ ભેરાઈ રોડ તેમજ ખાચા ગલીઓની તમામ નાની મોટી સોસાયટીઓમાં ફૂટ ફૂટના ગામડાઓ પડી ગયા છે પરિણામે વહેલી સવારે શાળાએ જતા બાળકો તેમજ આખો દિવસ દરમિયાન પસાર થતા મહિલાઓ રાહદારીઓને નાના અકસ્માતો થતા રહે છે અવારનવાર રજૂઆતો કરવા છતાં હજી આ રસ્તાઓની કોઈ મરામત કરવામાં આવી નથી.નોંધનીય બાબત છે કે આ તમામ રસ્તાઓ છેલ્લા સાત વર્ષમાં બન્યા છે અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને પેટામાં કામ આપતા કામ રાખવાની લડાઈમાં તમામ રસ્તાના કામોમાં વેઠ ઉતારવામાં આવી છે મેં ક્યાક ના સળિયાઓ દેખાય છે તો ક્યાંક ફૂટ ફૂટના ગામડાઓ પડી ગયા છે ત્યારે વહેલી તકે આ ગામડાઓ પુરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.નોંધનીય બાબત છે કે છેલ્લા સાત વર્ષમાં જે કોન્ટ્રાક્ટર હોય એ પેટા કોન્ટ્રાક્ટર હોય આ રસ્તાઓ બનાવ્યા છે તે કોન્ટ્રાક્ટર પાસેથી આ રસ્તાઓના સમારકામ કરાવવામાં અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અથવા તો શહેરના તમામ રસ્તાઓ ફરીથી યોગ્ય કરવામાં આવે તેવી માગણી શહેરીજનોમાંથી ઉઠવા પામી છે આ કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવામાં રાજુલાનું તંત્ર લાજ કેમ કાઢે છે તે જોવું રહ્યું