અમરેલી,
રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા.20 નાં રોજ અમરેલી આવી રહ્યાં છે. અમરેલી ઉપરાંત રાજુલા, ધારી, સાવરકુંડલા શહેરમાં વિવિધ યોજનાઓનાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ માટે જિલ્લાનાં વહિવટી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો 20 મીએ અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ધારીનો પ્રવાસ કાર્યક્રમ નક્કી થયો છે. તે મુજબ 20 મીએ અમરેલી પધારી રહ્યાં છે. અમરેલી ખાતે આધ્ાુનિક એસટી બસપોર્ટનું લોકાર્પણ, રાજમહેલ સ્પોર્ટ્રસ સંકુલ, આધ્ાુનિક ફાયર સ્ટેશન અને સાવરકુંડલા, રાજુલા, ધારીમાં વિવિધ યોજનાઓનાં લોકાર્પણ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે. આ કાર્યક્રમ માટે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. સાથે સાથે અમરેલી જિલ્લાનાં ધારાસભ્યો, સાંસદ અને શ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી પરશોત્તમભાઇ રૂપાલા સહિતનાં પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને સત્કારવા તડામાર તૈયારીઓ થઇ રહી