અમરેલી,
પોલીસ અધિક્ષક હિમકરસિંહ અને સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય દ્વારા ગેરકાયદેસર આધાર પુરાવા વગર શક પડતો મુદ્દામાલ હેરફેર અને વેંચાણ સબંધી ગુના શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપતા નાગેશ્રીનાં પીએસઆઇ પી.વી.પલાસ તથા પોલીસ સ્ટાફે તા.16-9નાં રાત્રીનાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી અને હકિકત આધારે શક પડતો પુરાવા વગરનો મુદ્દામાલ ઘઉંની બોરીઓ 40 કુલ 2 હજાર કિલો અશોક લેલન્ડ ટેમ્પો જીજે08 વાય 5668 માં ભરી આવેલ હોય જે મળી આવતા કુલ રૂા.1,30,000 નાં મુદ્દામાલ સાથે મુસ્તાક ઉર્ફે બાપુ જુમાસા પઠાણ, આરીફશા સુલેમાનશા કનોજીયા રે.ટીંબીવાળાને પકડી કાર્યવાહી કરવામાં આવેલ