અમરેલી,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી શહેર અને જિલ્લાને રૂ.292 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી.મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ગુજરાતના વિકાસના રોડમેપનો ચિતાર આપતા જણાવ્યુ વડાપ્રધાનશ્રીએ એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા બસપોર્ટ આપીને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની શરૂઆત કરાવી છે. એ દિશામાં આગળ વધતા આજે અમરેલી ખાતે અત્યાધુનિક બસપોર્ટની શરૂઆત થઈ છે. અમરેલીખાતે રૂ.42.48 કરોડના ખર્ચે નિર્મિત બસપોર્ટ અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ અત્યાધુનિક એસ.ટી બસ નિર્માણથી મુસાફરોને આરામદાયક સુવિધાઓ સાથે સગવડતાભરી મુસાફરીનો લાભ મળી રહેશે. એટલુ જ નહિ, આ બસપોર્ટ અમરેલી શહેરની એક નવી ઓળખ બની રહેશે.આ ઉપરાંત અમરેલીના ઐતિહાસિક રાજમહેલનું રૂ. 25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે તેની શરૂઆત પણ મુખ્યમંત્રીશ્રીએ કરાવી હતી. વડાપ્રધાનશ્રીએ આપેલા “વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને સાકાર આ રાજમહેલનું નવીનીકરણ કરાશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, તેમાં વિકસિત ગુજરાતનો રોડમેપ નિર્ધારિત કરીને આપણે ઝડપભેર આગળ વધવાનું છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની એક નવીન કેડી કંડારી છે. ગુજરાતના છેવાડાના અને અંતરિયાલ વિસ્તારોમાં રહેતા નાગરિકોને પણ હવાઈ કરનારા નાગરિકોને જેવી સુવિધાઓ મળે તે પ્રકારની સુવિધાઓ સામાન્ય નાગરિકને પણ મળે તે રીતે વિવિધ વિકાસના આયામો હાથ ધર્યા છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને ભવિષ્યમાં વિકાસકાર્યો અમલમાં મૂકાવાના છે ત્યારે આ કાર્યો ગુણવત્તાસભર થાય તે માટે નાગરિકો તેની દરકાર અને કાળજી રાખે તો જ આપણે વિકાસનો જે રોડમેપ નિર્ધારિત કર્યો છે તેને હાંસલ કરી શકશું.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના જે મંત્રથી આગળ વધવાનો જે પથ કંડાર્યો છે તે પથ પર મક્કમતાપૂર્વક આગળ વધીને વર્ષ 2047 સુધીમાં વિકસિત નિર્માણમાં ગુજરાત લીડ લેવાનું છે તેમ તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું હતું.તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીએ ગુજરાતને રૂ.8000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી છે ત્યાં સુધી વિકાસ અને વિકાસની ગતિ ક્યાંય રોકાવાની કે અટકવાની નથી. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આજે છેવાડાના ગામ સુધી રોડ-રસ્તા, પાણી, વીજળી પહોંચી છે તેની સફળતાઓનો તેમણે ઉલ્લેખ હતો.શ્રી ભૂપેન્દ્રભાઈએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજ્યભરમાં શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનની રૂપરેખા આપતા જણાવ્યું કે, સ્વચ્છતા એક દિવસ નહીં પરંતુ હરહંમેશ માટે આપણા સ્વભાવનો ભાગ બનવો જોઈએ. સહિયારા પ્રયત્નોથી સ્વચ્છતા કાયમી રીતે જાળવી શકાય તો જ ગામ અને નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો.વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જિલ્લામાં થયેલા અને થવાના વિવિધ વિકાસકાર્યોનો ચિતાર આપતા કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારે-જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ખુલ્લા હૃદયે અમરેલી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે.તેમણે આ અંગે જણાવ્યુ કે, જિલ્લામાં આજે થનારા વિવિધ લોકાર્પણને લઈને જિલ્લાના નાગરિકોમાં આનંદ હર્ષની હેલી છવાયેલી છે. વિવિધ વિકાસના પ્રકલ્પોને જોવા માટે ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં અમરેલીવાસીઓ ઉમટી પડ્યાં હતાં.શ્રી વેકરિયાએ વિવિધ વિકાસકાર્યોની ઝલક રજૂ કરતા જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા રૂ.27 કરોડના ખર્ચે નાવલી નદી પર રિવરફ્રન્ટ, સાંસ બંદર પર રૂ.75 કરોડના ખર્ચે બ્રિજ, આંબરડી પાર્કને વિકસાવવા રૂ.27 કરોડ, લાઠી હોસ્પિટલ માટે રૂ.50 કરોડ, જિલ્લાકક્ષાના સ્પોર્ટ્સ સંકૂલના પ્રથમ તબક્કા માટે રૂ.13 કરોડ, રાજમહેલ માટે રૂ.25 કરોડ, ડીવાયએસપી ઓફિસ માટે રૂ.9 કરોડ, રૂ.9 કરોડના ખર્ચે મોર્ડન ફાયર સ્ટેશન, બાબરા-જેસંગપરા શાળા માટે રૂ.3 કરોડ, ઠેબી ડેમ પર રિવરફ્રન્ટ માટે રૂ.50 કરોડ, જિલ્લા સાયન્સ સેન્ટર માટે રૂ.20 કરોડ, અમરેલી શહેરના રોડ-રસ્તા માટે કરોડ, ગ્રામ્ય વિસ્તારના રોડ માટે રૂ.100 કરોડ, અમરેલી-લિલિયા ફોરટ્રેક રોડ માટે રૂ.23 કરોડ, સેન્ટર પોઈન્ટથી રાધેશ્યામ સુધીના આર.સી.સી.રોડ માટે રૂ.12 કરોડ, સિવિલ હોસ્પિટલ માટે રૂ.1.5 કરોડના ખર્ચે રસ્તો, કુંકાવાવ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કોલેજ માટે રૂ.36 કરોડના કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. આમાંથી અમૂક સંપન્ન થયા છે અને અમુક કાર્યો દિવાળી આસપાસ કાર્યાન્વિત થવાના છે.સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રીની સહૃદયતા અને સરળતા છે કે, પ્રજાના ગમે તે કામો લઈને જઈએ તો તે આપણને શાંતિથી સાંભળે છે અને દરેક સમસ્યાનું સમાધાન અને નિરાકરણ લાવે છે. કોઈપણ પ્રકારના રાગદ્વેશ વગરના નિર્લેપ કાર્યશૈલીને તેમણે હૃદયથી બીરદાવી હતી.ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુ કે, અમરેલી જિલ્લાના આંગણે ત્રિવિધ કાર્યક્રમ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી અમરેલીના આંગણે પધાર્યા છે અને સમગ્ર દિવસ અમરેલી જિલ્લાને ફાળવ્યો છે. તે આનંદની વાત છે. મુખ્યમંત્રીશ્રીએ આજે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાને અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. જેનાથી જિલ્લાની વિકાસની ગતિ વધુ તેજ થશે.મુખ્યમંત્રીશ્રી દ્વારા ખેડૂતોના વ્યાપક હિતમાં ખેડૂતખરાઈનો નિર્ણય લેવા માટે અમરેલી જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અવસરે અમરેલી ખાતે આવેલી ઐતિહાસિક ઈમારત રાજમહેલનું રૂ.24.98 કરોડના ખર્ચે થનાર નવીનીકરણ પામનાર રાજમહેલ, જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ સહિતના વિવિધ વિકાસકાર્યોની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ રજૂ આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શ્રી ચંદ્રેશકુમાર ભોળાશંકર બોરીસાગરનું સન્માન કર્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ આભારવિધિ કરી હતી.આ તકે, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રી બીપીનભાઈ લિંબાણી, જિલ્લા કલેક્ટર શ્રી અજય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી.પંડ્યા, એસ.ટી. નિગમ સચિવ રવિ નિર્મળ, એમ.ડી શ્રી અનુપમ આનંદ, જનરલ મેનેજર શ્રી જોશી, મુખ્ય બાંધકામ ઈજનેર શ્રી આર.એમ.સોલંકી,નાયબ ઈજનેર એચ.આર.મોરધરા તેમજ સમગ્ર પ્રોજેક્ટના ડેવલપર નીલા ટર્મિનલ્સના ડિરેક્ટર વિમલભાઈ કથિરિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ, અગ્રણી શ્રી ભૂપેન્દ્રભાઈ સહિત અગ્રણીઓ, ખેડૂત આગેવાનશ્રીઓ અને નગરજનો રહ્યાં હતાં.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાના ધારીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે પધાર્યા હતા. આંબરડી સફારી પાર્કમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રકૃતિ વચ્ચે વિહરતા સિંહોને અને આંબરડી પાર્કનો પ્રાકૃતિક વૈભવ પણ નિહાળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આંબરડી ખાતે સૌ પ્રથમ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. ગીરની ધરતીના લઈને, સિંહનું ગીરમાં આગમન તથા વિસ્તરણ તેમજ સિંહની ગાથાની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળી મુખ્યમંત્રીશ્રી અભિભૂત થયા હતા. સેન્ટરની મુલાકાત બાદ તેમણે સફારીપાર્કમાં સિંહ દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું. 365 હેક્ટરમાં ફેલાયેલા આંબરડી સફારી પાર્કમાં મુખ્યમંત્રીએ બે નર અને એક માદા સિંહ એમ ત્રણ સિંહોને પ્રકૃતિ વચ્ચે વિહરતા નિહાળ્યા હતા.આ નાયબ વન સંરક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા વગેરે સાથે જોડાયા હતા.