Homeઅમરેલીહમાસ યુદ્ધનો વળાંક ખતરનાક છે, હવે આઆગ અખાતી દેશો સુધી પણ ફેલાઈ...

હમાસ યુદ્ધનો વળાંક ખતરનાક છે, હવે આઆગ અખાતી દેશો સુધી પણ ફેલાઈ શકે છે

Published on

spot_img

આમ જુઓ તો લેબનોન સરહદ ઘણા લાંબા સમયથી સળગતી રહી છે. પરંતુ એનો નજીકનો ભૂતકાળ જુઓ તો 8 ઓક્ટોબર 2023 થી, ઇઝરાયેલ અને લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લા બન્ને વચ્ચે ઇઝરાયેલ-લેબનોન સરહદે અને સીરિયન અને ઇઝરાયેલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સમાં હુમલાઓનું આદાનપ્રદાન ચાલતું રહ્યું છે. હાલમાં ઈ. સ. 2006ના લેબનોન યુદ્ધ પછી હિઝબોલ્લાહ-ઇઝરાયેલ સંઘર્ષનું આ સૌથી મોટું વિસ્તરણ છે અને તે ઇઝરાયેલ-હમાસ યુદ્ધની વૃદ્ધિનો એક ભાગ છે. હવે હમાસ સાથેના યુદ્ધનો આ નવો ફાંટો ઈઝરાયેલ માટે નવો મોરચો તો ખોલે છે પણ સાથોસાથ આ યુદ્ધ બહુ જ લાંબુ ચાલવાનો પણ ખતરનાક સંકેત કરે છે. કારણ કે હિઝબોલ્લાહની તો જન્મપત્રિકાના કેન્દ્રમાં એક જ વિચાર છે અને એ છે ઈઝરાયેલનો સર્વનાશ. હવે નવેસરથી હિઝબોલ્લાહે ઈઝરાયેલને ખતમ કરવાની પોતાની આદિમ પ્રતિજ્ઞાનો પુનરુચ્ચાર કરતાં હમાસ યુદ્ધે એક ખતરનાક વળાંક લીધો છે.
કોઈનો પણ વિનાશ આસાન નથી. હવેના યુદ્ધ નવી વિદ્વંસક વિચારધારાઓથી થાય છે. એ માત્ર નકશાઓ બદલવાની મહત્વાકાંક્ષા પૂરતા સીમિત નથી. અથડામણમાં વિચારધારાઓની આધારશિલા હોવાથી એ ધીરે ધીરે સમયપટ પર તણાઈ તણાઈને વિશ્વયુદ્ધની વિભાવના સુધી પહોંચે છે. અત્યારે આપણે જે યુગમાં જીવીએ છીએ એમાં શાંતિનો પ્રભાવ ઘણો છે એટલે ત્રીજું વિશ્વયુદ્ધ વારંવાર થતાં થતાં રહી જાય છે. તારીખ 8 ક્ટોબર 2023 ના રોજ, હિઝબોલ્લાહે પોતાના કબજા હેઠળના શેબા ફાર્મ્સમાં ઇઝરાયલી સ્થાનો પર નિર્દેશિત રોકેટ અને આર્ટિલરી શેલ છોડવાનું શરૂ કર્યું, જે તેણે કહ્યું કે એક દિવસ પહેલા ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી પેલેસ્ટિનિયનો સાથેની તેઓની એકતા દર્શાવે છે. ઇઝરાયેલે તુરત પોતાના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ સાથે લેબનોનની સરહદ નજીક હિઝબોલ્લાહની પોઝિશનો પર ડ્રોન હુમલા અને તોપમારો શરૂ કરીને બદલો લીધો.
ઉત્તર ઇઝરાયેલમાં, ચાલુ સંઘર્ષે આશરે 96,000 વ્યક્તિઓને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પાડી છે, જ્યારે લેબનોનમાં, આશરે 1, 12, 000 વ્યક્તિઓ વિસ્થાપિત થયા છે, હિઝબોલ્લાહ જણાવે છે કે જ્યાં સુધી ઈઝરાયલ તેના હુમલાઓ અને લશ્કરી કામગીરી બંધ નહીં કરે ત્યાં સુધી તે ઇઝરાયેલ સામે હુમલાઓ બંધ કરશે નહીં. 21 ઓક્ટોબર 2023 અને 20 ફેબ્રુઆરી 2024 ની વચ્ચે, લેબનોનમાં યુનાઈટેડ નેશન્સ ઈન્ટરિમ ફોર્સ (ેંશૈંખૈંન્) એ બ્લુ લાઈનની દક્ષિણે (ઈઝરાયેલથી લેબેનોન) અને ઉત્તરથી (લેબનોનથી ઈઝરાયેલ સુધી) આર્ટિલરી ફાયરની અંદાજિત 7,948 ઘટનાઓ નોંધી છે અને અથડામણના હજારેક બનાવો નોંધાયા છે. આ બધાનું કંઈ આંતરરાષ્ટ્રીય મીડિયામાં રિપોર્ટિંગ થયું નથી.
હિઝબોલ્લાહ એ લેબનિઝ શિયા રાજકીય પક્ષ અને અર્ધલશ્કરી જૂથ છે, જેની રચના ઈ. સ. 1982 માં લેબનોન પર ઇઝરાયેલી આક્રમણ સામે લડવા માટે કરવામાં આવી હતી. આ જૂથ મુસ્લિમ ધર્મગુરુઓએ ઈરાની ફંડિંગથી રચ્યું હતું. ઈ. સ. 1990 ના દાયકા દરમિયાન, હિઝબોલ્લાહ દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલના કબજા સામે ભરપૂર લડ્યું. ઇઝરાયેલને નખશિખ નાબૂદ કરવું એ તેની સ્થાપનાથી અત્યાર સુધીની એકમાત્ર લક્ષ્યરેખા રહી છે. હિઝબોલ્લાહ ઇઝરાયેલ રાજ્યની સરકાર અને નીતિઓનો વિરોધ કરે છે અને ઈ. સ. તેના 1985ના મેનિફેસ્ટોમાં જણાવવામાં આવ્યું હતું કે અમારો સંઘર્ષ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે આ એન્ટિટી (ઇઝરાયેલ) નાશ પામશે.
ઈ. સ. 1948 ની પેલેસ્ટિનિયન હકાલપટ્ટી અને હિજરતથી, દક્ષિણ લેબનોનમાં પેલેસ્ટિનિયન શરણાર્થીઓની હાજરી રહી છે અને ઘણા શરણાર્થી શિબિરોની સ્થાપના કરવામાં આવી છે, જે ઘણા પેલેસ્ટિનિયન જૂથોને દક્ષિણ લેબનોનમાં લાવે છે, જેનો વારંવાર ઉત્તર ઇઝરાયેલમાં રોકેટ લોન્ચ કરવા માટેના કેન્દ્ર તરીકે ઉપયોગ થતો હતો. જોર્ડનમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન લેબનોન આધારિત હતું, તેઓ ઈ. સ. 1982ના લેબેનોન યુદ્ધ બાદ ટ્યુનિસમાં હાંકી કાઢવામાં આવ્યા ત્યાં સુધી બળવામાં સામેલ હતા. હમાસ-ઇઝરાયેલ યુદ્ધની શરૂઆત હિઝબોલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હમાસના હુમલા માટે સમર્થન અને પ્રશંસાની ઘોષણા સાથે શરૂ થઈ હતી, જે હુમલો ગત વરસે 7 ઓક્ટોબરે થયો હતો.6 એપ્રિલ 2023 ના રોજ, 2023 ની અલ-અક્સા અથડામણના જવાબમાં, લેબનોનથી ઇઝરાયેલમાં ડઝનેક રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાં ત્રણ ઇઝરાયેલી નાગરિકો ઘાયલ થયા હતા. એ સમયે ઇઝરાયેલ સંરક્ષણ દળોએ કહ્યું હતું કે તેણે લેબનોનમાંથી છોડવામાં આવેલા 25 રોકેટને અટકાવ્યા હતા, જે પેલેસ્ટિનિયન જૂથો અને હમાસ દ્વારા હિઝબોલ્લાહની મંજુરીથી ફાયર કરવામાં આવ્યા હતા. ઈ. સ. 2006ના લેબનોન યુદ્ધ પછી બંને દેશો વચ્ચે આ હુમલા સૌથી મોટા ઉગ્રતાવાળા હતા. લેબનોનમાં યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ (ેંશૈંખૈંન્) એ પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણાવી સંયમ રાખવા વિનંતી કરી છે. આ કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં વિવિધ રાષ્ટ્રો વચ્ચે વાતાવરણ ડહોળાયેલું છે.

Latest articles

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...

જાફરાબાદમાં યુવાન ઉપર સિંહે હુમલો કરતા રાજુલાની હોસ્પિટલમાં ખસેડાયો

રાજુલા, અમરેલી જિલ્લામાં જાફરાબાદ શહેરમાં સાંજના સમયે લાઈટ હાઉસ વિસ્તારમાં ઝાંઝરૂ જવા માટે જીગરભાઈ માલાભાઈ...

Latest News

06-10-2024

05-10-2024

ઓનલાઈન વેજીટેબલ ઓર્ડર આપ્યા પછી નોન વેજ ડિલિવરી આવે તો ઘરમાં કોને ખબર પડે?

પ્રદૂષણને લઈને આ વર્ષે ધમાકેદાર-સ્ફોટક અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે,...