અમરેલી,
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બિરદાવતા જિલ્લા પોલીસ અધિક્ષક અમરેલી એસ.પી.હિમકરસિંહ દ્વારા પોલીસ કર્મચારીઓ ને વિશેષ કામગીરી કરવા બદલ પ્રશંસાપત્ર એનાયત કરાયું.નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડી તેમજ વાહન ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી આરોપી પકડી પાડી સારી કામગીરી કરવા બદલ મ્હે.પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલીનાઓ દ્વારા(1)રમેશભાઈ માલકિયા (છજીૈં)(2)ચિંતન ભાઈ મારૂ (કોન્સ્ટેબલ) (3)વનરાજભાઈ માંજરિયા (કોન્સ્ટેબલ) પ્રશંસાપત્ર આપી કામગીરી બિરદાવવામાં તેમજ ભવિષ્યમાં પણ આવી વિશેષ ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે શુભેચ્છાઓ આપી ઉત્સાહ વધારવામાં આવ્યો.