અમરેલી,
તારીખ 9/10/2024 ના સમય સવારે 06:20 કલાકે અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના ઝરખીયા મુકામે આવેલ ઈશ્વરભાઈ રાજાભાઈ આસોદરીયા ના વાડી ના 50 ફૂટ ઊંડા કૂવામાં કોઈ અજાણી વ્યક્તિ પડી ગયેલ હોય તેની ટેલીફોનિક જાણ લાઠી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવેલ તેના અનુસંધાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની રેસ્ક્યુ ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી 50 ફૂટ ઉંડા કુવામાં પડેલ વ્યક્તિ ના બોડીનું રેસ્ક્યુ કરી. પોસ્ટમોર્ટમ અર્થે લાઠી પોલીસને સોંપવામાં આવેલ. પ્રાથમિક તપાસ કરતા મૃતક નું નામ – પરેશભાઈ કેશુભાઈ વાઘેલા (ઉ.વ. 36) રહેવાસી.ટોડા હોવાનું ખુલ્યું