બગસરા,
બગસરા સૌરાષ્ટ નાગરીક શરાફી સહકારી મંડળી કુંકાવાવ શાખામાંથી જાત જામીનગીરીથી તા. 28-10-2020 ના રૂ/.50,000 ની લોન લીધ્ોલ. જે લોન પેટે મંડળીની હપ્તા પૈકીની તમામ રકમ રૂ/.45,398 નો ચેક નાની કુંકાવાવના મુકેશભાઈ હંસરાજભાઈ આગોલાએ તા. 12-9-2023 ના અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક કુંકાવાવ શાખાનો ચેક આપેલ. જે ચેક ફરિયાદીની મંડળીએ આરોપીના ખાતામાં વટાવવા નાખતા તા. 12-9-23 ના પરત થતા ફરિયાદીના મંડળીના વકીલ મારફત નોટીસ આપવામાં આવેલ હતી. જે મળી ગયેલ હોવા છતા મંડળીની રકમ આપેલ નહી. જેથી મંડળી દ્વારા મેનેજર આશીષ કાંતિભાઈ ખુંટ દ્વારા વડિયા કોર્ટમાં તા. 25-10-23 ના ફોજદારી કેસ દાખલ કરેલ. જે કેસ વડિયા આર.આર. પરમારએ ફરિયાદીના એડવોકેટ અશોક એચ.પંડયાની દલીલો માન્ય રાખી આરોપી મુકેશભાઈ હંસરાજભાઈ આગોલાને 24 માસની સાદી કેદની સજાનો તા. 31-8-24 ના હુકમ કરેલ .