બગસરા,
બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી તેવું લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ બગસરા મામલતદાર ભીંડીની મોટરસાયકલ ધોળા દિવસે મામલતદાર ઓફિસની પાસેથી ચોરી થઈ જતા ચોરો પોલીસે ને પડકાર ફેકતા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હાલમાં જ મામલતદાર બગસરા માં હાજર થયેલ હોય ત્યારે થોડા દિવસે તેમની ગાડી મોટરસાયકલ ચોરી થઈ તો હવે આમ પબ્લિક ની ગાડી ની તો શું વાત કરવી આવી બગસરામાં અનેક બાઇકો ચોરી થયેલ છે બગસરામાં ચોરી હત્યા અસામાજિક તત્વો ની દહેસત આડેધડ પાર્કિંગ ટ્રાફિકની સમસ્યા બગસરા ના રસ્તા પરથી 108 કે અન્ય એમ્બ્યુલન્સને પસાર થવું હોય ઇમર્જન્સીમાં દર્દીને લઈને કે ડીલેવરી કેસ હોય કે અકસ્માત નો તો પાંચ મિનિટ ઉભું રહી જવું પડે છે કારણ કે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો છે બગસરા બસ સ્ટેન્ડમાં બેફામ લુખ્ખા અને આવારા તત્વો બેફામ ગાડીઓ ચલાવી ને સીન સપાટા જમાવતા હોય છે ત્યારે આવો ને કાયદાનું ભાન ક્યારે કરાવશે તે હવે જોવાનું રહ્યું અમરેલી જિલ્લા વડા એસ.પી હિમકર સિંહ રજા ઉપર છે ત્યારે એસપી સાહેબની કામગીરી સારી હોવાથી કાયદોની વ્યવસ્થા જળવાઈ રહી હતી ત્યારે હાલ કાયદો વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે બગસરા પોલીસ સ્ટેશન પીઆઇ અને પીએસઆઇ નું હોવાથી કાયદો ને વ્યવસ્થા ક્યારે સુધરશે તે જોવાનું રહ્યું.