Homeઅમરેલીલાઠીના રામપર, નાના રાજકોટ, કરકોલીયા, ચાવંડ રોડને રીસરફેસ કરવા માટે રૂપિયા...

લાઠીના રામપર, નાના રાજકોટ, કરકોલીયા, ચાવંડ રોડને રીસરફેસ કરવા માટે રૂપિયા 9 કરોડ મંજૂર કરાવતા ધારાસભ્ય શ્રી તળાવીયા

Published on

spot_img

અમરેલી,
લાઠી વિસ્તારના ગ્રામ્ય કક્ષાના રોડ રસ્તાઓ સુંદર અને રણીયામણાં બની રહે તે માટે લાઠી બાબરાના જાગૃત અને કર્મનિષ્ઠ લોક પ્રતિનિધિ જનકભાઈ તળાવીયા તેમજ સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા બન્નેની જહેમત રંગ લાવી અને 9 કરોડ જેટલી માતબાર રકમ વડે લાઠી તાલુકાના ગામડાંઓના રોડ માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માંથી મંજુર થતાં ગ્રામીણ ગામોના ખેડુતો, માલઘારીઓએ જનક તળાવીયા અને ભરત સુતરીયાની ગામડાંઓ પ્રત્યેની ભાવનાની કદર કરવાની સંરચના કરવામાં આવી છે. લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી છે. રાજયભરમાં ભાજપની વિકાસશીલ સરકાર વિકાસની અનેરી ભેટ આપી છે. ત્યારે પોતાના મત વિસ્તારમાં કામો લાવવાની અનેરી કુશળતાના કસબી તળાવીયા તેમજ સુતરીયા એ પોતાના મત વિસ્તારના રોડ રસ્તાઓ તાત્કાલિક રિસરફેસ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરેલ, જે અન્વયે રર ઓકટોબર 2024 ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાઠી તાલુકાના રામપર, રાજકોટ, કરકોલીયા થઇને ચાવંડ તરફ જતાં રોડ માટે કુલ 10 કી.મી. સુઘીના પાકા ડામર રોડને રીસરફેસ કરવા માટે રૂપિયા 9 કરોડની રકમ મંજૂર કરવામાં આવેલ છે આ રકમમાંથી લાઠી તાલુકાના રામપર, નાના રાજકોટ, કરકોલીયા થઇને ચાવંડ તરફ જતાં રોડને રીસરફેસ કરવામાં આવશે, આ રીસરફેસીંગ કામગીરી સાથે સ્ટ્રેથનીંગની કામગીરી (પ્લાસ્ટીક ઉપયોગ) તેમજ ગામતળ વિસ્તારમાં જરૂર જણાય ત્યાં સી.સી.રોડની કામગીરી પણ કરવામાં આવશે, આ રોડ થોડા સમય પહેલા ખરાબ થયેલ હોવાનું ઘારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયાના પ્રવાસ દરમ્યાન ઘ્યાને આવતાં તાત્કાલીક અસરથી આ રોડને રીસરફેસ કરવા માટે સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવેલ હતી, આ ઘારાસભ્યશ્રીની રજુઆતને તાત્કાલીક અસરથી સરકારશ્રી દ્રારા ઘ્યાને લઇ આ માટે 9 કરોડ ની રકમ ફાળવવા મા આવેલ છે. આ રોડ – રસ્તાના રીસરફેસિંગ નું કામ ઘારાસભ્ય શ્રી જનક તળાવીયા તેમજ સાંસદશ્રી ભરત સુતરીયા એ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માંથી મંજુર કરાવ્યા છે.ત્યારે લાઠી પંથકમાં ગ્રામીણ ગામડાંઓના રસ્તાઓને સુંદર અને રણીયામણાં બની રહે તે માટે ફરી એકવાર 9 સરકારશ્રીમાંથી મંજુરીની મહોર મળતા ગ્રામીણ ગામડાંઓના આ વિસ્તારની પ્રજા તેમજ અન્ય પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા અને સ્થાનિકોની રસ્તાઓની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઘારાસભ્ય જનક તળાવીયા અને સાંસદશ્રી ભરત સુતરીયાની સફળતામાં વઘુ એક મોરપીંછ સમાન યશકલગીનો ઉમેરો થયો હોવાનું સમર્પણ કાર્યાલયના ઇન્ચાર્જ વિજયભાઇ બારડની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...