Homeઅમરેલીલાઠીનાં હિરાણા ગામ થી જુનવદર રોડ માટે રૂપિયા 3 કરોડ 90 લાખ...

લાઠીનાં હિરાણા ગામ થી જુનવદર રોડ માટે રૂપિયા 3 કરોડ 90 લાખ મંજુર કર્યા

Published on

spot_img

અમરેલી,
લાઠી બાબરા વિસ્તારમાં જનકભાઇ ચુંટાઇ આવ્યા બાદ હમેંશા ગાંઘીનગરથી વિકાસના કામોની સરવાણી ચાલુ રહી છે. રાજય ભરમાંભાજપની વિકાસશીલ સરકાર વિકાસની અનેરી ભેટ આપી રહી છે. ત્યારે પોતાનો વિસ્તાર વિકાસથીવંચીત ન રહે તે માટે હમેંશા ચિંતાતુર લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્યશ્રી જનકભાઈતળાવિયા તેમજ સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા દ્રારા રાજ્ય સરકારને લાઠી,બાબરા, અમરેલી વિસ્તારનાસર્વાંગી વિકાસ માટેની રજૂઆતો સતત કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધા જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થવાથી જે બાબતને ગંભીરતા પૂર્વક હાથ પર લઈ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરેલ જે રજુઆતને પગલે રાજય સરકાર દ્રારા અગાઉ નાળા,પુલ, ડામર રોડને રીસર્ફેશ કરવાના અનેક કામો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગંભીરતા સમજીઆવા કામોને મંજૂરી આપી છે જનકભાઈ તળાવીયા પોતાના વિધાનસભા વિસ્તારને વધારે વિકાસશીલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેઓના વિધાનસભા વિસ્તારના લોકોને રોડ રસ્તા કે બીજા વિકાસના કામો હોય સતત પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હાલ તાજેતરમાં જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈપટેલને રજૂઆત કરી હતી જે અન્વયે લાઠી તાલુકાના હીરાણા ગામ થી બાબરા તાલુકાના જુનવદર ગામને જોડતો રોડ જીલ્લા હદ સુઘી નવો ડામર રોડ રૂા.3 કરોડ 90 લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે તેની સાથે અનેક નવા ડામર રોડ બનાવવાના કામો મંજુર કરવામાં આવેલ છે. આ તમામ નવા પાકા ડામર રોડના કામો મંજુર થતા સ્થાનિક લોકોદ્વારા ખુશી ની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા તેમજસાંસદશ્રી ભરતભાઇ સુતરીયાનો આભાર માનવામાં આવ્યો હતો.

Latest articles

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

Latest News

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...