અમરેલી,
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક એ.જી.ગોહીલ તથા “નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પી.એસ.આઇ.એચ.એલ. પાથર નાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી 24+7 કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.અમરેલીના રહેવાસી વિશાલભાઇ જયદેવભાઈ રહે. જીરા હાલ અમરેલી વાળા અત્રે “નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે આવેલ હોય અને જણાવેલ કે, ગઇ કાલ તા.20/11/2024 ના રોજ રાત્રીના આઠેક વાગ્યાની આશપાસ અમરેલી ગોળ દવાખાના પાસેથી એક ઓટો રિક્ષામાં બેસીને લાઠી રોડ ફાટક પાસે ઉતરેલ હતાં, ત્યાર બાદ અરજદારને ખબર પડી કે તેઓનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા આશરે 12,000/-) વાળો રિક્ષામાં ભૂલી ગયેલ હતા બાદ જે અંગે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ના પોલીસ સ્ટાફ દ્વારા ઓમનગરના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતા અરજદારશ્રીએ જે રિક્ષામાં બેસેલ હતા તે રિક્ષા ઓળખી બતાવેલ જેથી તે ઓટો રિક્ષાને ટ્રેસ કરતા જેના આર.ટી.ઓ. રજી.નંબર ય્વ-01-ભઠ-6813 ની હોય, જેની ચેક કરતા રિક્ષાના માલીક રેહાન ફિરોજભાઇ સમા રહે. સંધી સોસાયટી અમરેલી વાળની પોલીસ દ્વારા પુછપરછ કરતા તેઓને આ મોબાઇલ ફોન રિક્ષામાંથી મળેલ હોવાનું જણાવેલ હોય, જેથી અરજદારની તેઓનો મોબાઇલ ફોન ( કિંમત રૂપિયા આશરે 12,000/-) વાળો વેરીફાઇ કરી મોબાઇલ ફોન મૂળ માલીકને સહી સલામત પરત સોંપી આપેલ છે.આ “નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના પી.એસ.આઇ. એચ. એલ. પાથરનાઓની સુચના અને “કમાન્ડકંટ્રોલ.સેન્ટર.અમરેલીના.એ.એસ.આઇ. પ્રકાશભાઇ ગામીત, પો.કોન્સ.મુકેશભાઇ નકુમ,પોલીસ કોન્સ. શૈલેષભાઇ ઝાલા વિ.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
જિલ્લાનાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી મોબાઇલ ફોન શોધી મુળ માલીકને પરત અપાવ્યો
Published on