અમરેલી,
અમરેલી શહેરમાં આવેલ દેરાસર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી જેમાં પૈસાની ઉઘરાણી કરવા માટે ગયેલા અકિલભાઇ હારૂનભાઈ બિલખીયા તથા તેમના કાકા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પૈસાની ઉઘરાણી કરતા સારું નહીં લાગતા ઈમરાન ઉર્ફે ડોડી ડેરીયા તથા સલીમ ઉર્ફે છન્નો રાઠોડ દ્વારા લાકડાનો ધોકો તથા લોખંડની ફ્રેમ વડે માર મારીને ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી
અમરેલીમાં જૈન દેરાસર વિસ્તારમાં પૈસાની ઉઘરાણી કરવા ગયેલા કાકા-ભત્રીજા ઉપર જીવલેણ હુમલો
Published on